Banaskantha: ખેડૂતોને મળતી અપૂરતી વીજળી મુદ્દે સતત ચોથા દિવસે ખેડૂતોના ધરણા, દિયોદર ગામમાં સજ્જડ બંધ

કિસાન સંઘે 8 કલાક પૂરતી વીજળી આપવાની માગ કરી છે. ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રીએ કહ્યું કે- અગાઉ પણ 8 કલાક વીજળીની માંગ કરી હોવા છતાં સરકાર 6 કલાક જ વીજળી આપી રહી છે. 6 કલાક વીજળીમાં યોગ્ય વીજ પુરવઠો ન મળતાં ખેડૂતોને નુક્સાન થઈ રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 12:57 PM

બનાસકાંઠામાં (Banaskantha) પુરતી વીજળી (Electricity) આપવાની માગ સાથે સતત ચોથા દિવસે ખેડૂતો ધરણા (Protest) પર છે. બનાસકાંઠાના ખેડૂતો સરકાર પાસે પૂરતી વીજળી આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. તો ખેડૂતોને પૂરતી વીજળી આપવાની માગના મુદ્દે બનાસકાંઠાના દિયોદરમાં સજ્જડ બંધ પાળવામાં આવ્યું છે. દિયોદર ગ્રામ પંચાયતના વેપારીઓ અને સ્થાનિક લોકોએ બંધ પાળી ખેડૂતોને સમર્થન આપ્યું છે. છેલ્લા ચાર દિવસથી પૂરતી વીજળીની માગસાથે ખેડૂતો વીજ સબ સ્ટેશન પર ધરણા પર બેઠા છે.

મહત્વનું છે કે ઊર્જા પ્રધાન કનુ દેસાઈએ આજથી ખેડૂતોને 6 કલાક વીજળી આપવાની જાહેરાત કરી છે. તો અઠવાડિયા પછી 6 કલાકથી વધુ સમય માટે વીજળી આપવાની પણ ખાતરી આપી છે. સાથે જ ખેડૂતોને પુરતો વીજ પુરવઠો મળે તેની વ્યવસ્થા થશે તેવુ પણ જણાવ્યુ છે. જો કે બીજી તરફ અનેકવાર વાયદો કરવા છતા વીજળી પુરતી ન મળતી હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. છેલ્લા મહિનાથી ખેડૂતો અપુરતી વીજળીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ વાતનો સ્વીકાર UGVCLના ગાંધીનગરના એક્ઝીક્યુટિવ એન્જિનિયરે પણ કરેલો છે.

બીજી તરફ ગઇકાલે એટલે કે શુક્રવારે ભારતીય કિસાન સંઘે સરકારની સામે પુરતી વીજળીની માગ સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી. 72 કલાકની અંદર ખેડૂતોને પૂરતી વીજળી નહીં મળે તો ભારતીય કિસાન સંઘે વિવિધ સ્થળે વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી. કિસાન સંઘે 8 કલાક પૂરતી વીજળી આપવાની માગ કરી છે. ભારતીય કિસાન સંઘના પ્રદેશ મહામંત્રીએ કહ્યું કે- અગાઉ પણ 8 કલાક વીજળીની માંગ કરી હોવા છતાં સરકાર 6 કલાક જ વીજળી આપી રહી છે.. 6 કલાક વીજળીમાં યોગ્ય વીજ પુરવઠો ન મળતાં ખેડૂતોને નુક્સાન થઈ રહ્યું છે. ખેડૂતોનો પાક બળી જાય છે.

આ પણ વાંચો-

Gujarat Assembly Election 2022 : શું પ્રશાંત કિશોર ફરી કોંગ્રેસ માટે કામ કરશે? રાહુલ અને પ્રિયંકા ગાંધીને મળ્યા, ‘મિશન ગુજરાત’ વિશે થઈ ચર્ચા!

આ પણ વાંચો-

Amit Shah Gujarat Visit Live : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે સ્પીચ લેન્ગવેજ પેથોલોજી કોલેજનો પ્રારંભ કરાવ્યો

Follow Us:
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">