Ahmedabad :માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિવાદ મામલે તપાસ, DEOએ નિમેલી કમિટીના સભ્યોએ સ્કૂલ તંત્ર સાથે કરી બેઠક

|

Feb 10, 2024 | 2:18 PM

સ્કૂલ સંચાલકોએ યોગ્ય જવાબ ન આપતા DEOને રજૂઆત કરાઇ હતી. જે પછી DEO દ્વારા તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. 2 શિક્ષક નિરીક્ષક અને 3 ઉચ્ચ અધિકારીઓનો કમિટીમાં સમાવેશ છે.

અમદાવાદની માઉન્ટ કાર્મેલ સ્કૂલ વિવાદ મામલે તપાસ કરવામાં આવી રહી છે. DEOએ નિમેલી કમિટીના સભ્યોએ સ્કૂલ તંત્ર સાથે બેઠક કરી છે. આ કમિટીએ સ્કૂલની બિલ્ડિંગ અને વિકલ્પ અંગે માહિતી મેળવી છે. જિલ્લા શિક્ષણાધિકારીએ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે.

અમદાવાદના નવરંગપુરામાં આવેલી માઉન્ટ કાર્મેલ સ્કૂલે સ્થળ બદલાવા માટેની અરજી કરી હતી. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ સાથે સ્થળ બદલાવાની મંજૂરી માગી હતી. માન્ય સંસ્થા પાસેથી આ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો કે કેમ તે અંગે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી.

સ્કૂલ સંચાલકોએ યોગ્ય જવાબ ન આપતા DEOને રજૂઆત કરાઇ હતી. જે પછી DEO દ્વારા તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે. 2 શિક્ષક નિરીક્ષક અને 3 ઉચ્ચ અધિકારીઓનો કમિટીમાં સમાવેશ છે. કમિટીમાં 5 વાલીઓને પણ સભ્ય બનાવામાં આવ્યા છે. નજીકના સ્થળે શાળા લાયક મકાન શોધવાનું કામ કમિટી કરશે. સ્કૂલ ખરેખર જર્જરિત છે કે કેમ તે મુદ્દે પણ તપાસ થશે. સરકારી ઈજનેર દ્વારા બિલ્ડીંગની તપાસ માટે તજવીજ હાથ ધરાઇ છે.

અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે કે, માઉન્ટ કાર્મેલ શાળાનું સ્ટ્રક્ચર વિદ્યાર્થીઓ માટે જોખમી છે કે કેમ ? અહીં નોંધવા જેવી બાબત એ છે કે અગાઉ આ શાળા પર વાલીઓ આક્ષેપ કર્યા હતા. વાલીઓનો આક્ષેપ હતો કે સ્કૂલ પ્રાઈમ લોકેશન પર આવેલી હોવાથી તેને બંધ કરવાનો કારસો ઘટવામાં આવી રહ્યો છે. જેના પગલે આ પહેલા વાલીઓએ વિરોધ પણ કર્યો હતો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video