અધિકારીઓનો કડક બંદોબસ્ત વચ્ચે સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા, જુઓ Video
ગીર સોમનાથના ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો પણ દૂર કરાયા છે. સોમનાથ ટ્રસ્ટની જમીન પર કરાયેલા દબાણો પર બુલડોઢર ફરી વળ્યુ છે. જેના પગલે 9 જેટલા ગેરકાયદે ધાર્મિક સ્થાન પણ તોડી પડાયા છે.
ગુજરાતમાં ફરી એક વાર ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે ઝૂંબેશ હાથ ધરવામાં આવ્યુ છે. ગીર સોમનાથના ગેરકાયદે બાંધકામો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો પણ દૂર કરાયા છે. સોમનાથ ટ્રસ્ટની જમીન પર કરાયેલા દબાણો પર બુલડોઢર ફરી વળ્યુ છે. જેના પગલે 9 જેટલા ગેરકાયદે ધાર્મિક સ્થાન પણ તોડી પડાયા છે. 36 JCB અને 50થી વધુ ટ્રેક્ટર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અધિકારીઓનો કડક બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. જિલ્લા દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઇ.જી નિલેશ ઝાંઝડીયા, પોલીસવડા મનોહરસિંહ જાડેજા સહિતના અધિકારીઓ ડિમોલિશન સ્થળ પર હાજર હતા. 3 SP, 6 Dy.SP, 50 PI તથા PSI તૈનાત કરવામાં આવ્યો છે. SRPની 2 કંપનીઓનો બંદોબસ્તમાં ખડાપગે ઉભા રાખવામાં આવ્યા હતા.
વહીવટી રેવન્યુ, વીજ. વિભાગના અધિકારીઓ પણ તૈનાત રાખવામાં આવ્યા હતા. આ સાથે જ PWD વિભાગના અધિકારીઓને પણ હાજર રખાયા હતા. મળતી માહિતી અનુસાર હાજી મંગરોલીશા પીર,હઝરત માઇપુરી માં, સિપે સાલાર, મસ્તાનશા બાપુ,જાફર મુઝાફર, ઈદગાહ સહિતના સ્થળો તોડી પાડવામાં આવ્યા છે.