Vadodara Video : મધ્ય પ્રદેશમાં પકડાયેલ દવાની તપાસનો તાર વડોદરામાં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ હાથ ધરી તપાસ

|

Sep 21, 2024 | 11:41 AM

રાજ્યમાં નશાકારક પદાર્થે પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર નશાકારક પદાર્થો મળતા હોય છે. ત્યારે વડોદરાના ટાવર ઘી કાંટા રોડ પરની ફાર્મા કંપનીની ઓફિસમાં નાર્કોટિક્સએ સર્ચ હાથ ધર્યું છે.

ખ્લોરોફિલ્સ બાયોટેકની ગેરકાયદે દવા પકડાઈ હતી. MPમાં આવેલી ખ્લોરોફિલ્સ બાયોટેકની ફેકટકીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી 850 બોટલ મયકોડેન સીરપ અને 15 હજાર 300 ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો સીઝ કરાયો છે. નશીલી દવાઓ તરીકે ઉપયોગમાં લેવાતી હોવાનો ખુલાસો કરાયો છે. જો કે ગાંધીનગર અને ભાવનગરથી 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ વધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

Published On - 11:41 am, Sat, 21 September 24

Next Video