ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીમાં વધારો, કોર્ટે આગોતરા જામીન અરજી કરી નામંજૂર
ચૈતર વસાવાએ વકીલ મારફતે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, હું ધારાસભ્ય છું, ક્યાંય જવાનો નથી. તો સામે પક્ષે સરકારે પણ હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ એક કસ્ટોડિયલ ઇન્ટરોગેશન નો કેસ છે અને ગંભીર કેસ છે. તેથી અરજી નામંજૂર કરવામાં આવે.
વન કર્મચારીઓને માર મારવાના કેસમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. ત્યારે હાઇકોર્ટે આ કેસમાં તેમને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે અને આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.
ચૈતર વસાવાએ વકીલ મારફતે હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, હું ધારાસભ્ય છું, ક્યાંય જવાનો નથી. તો સામે પક્ષે સરકારે પણ હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, આ એક કસ્ટોડિયલ ઇન્ટરોગેશન નો કેસ છે અને ગંભીર કેસ છે. તેથી અરજી નામંજૂર કરવામાં આવે.
આ પણ વાંચો શું મિચોંગ વાવાઝોડાની ગુજરાત પર થશે કોઇ અસર ? જાણો શું છે કમોસમી વરસાદનું કારણ
ધારાસભ્ય ચૈતર વસાવા લાંબા સમયથી ફરાર છે. અગાઉ ટ્રાયલ કોર્ટે ચૈતર વસાવાના આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી. એક જમીન સંબંધિત કેસમાં વન કર્મચારીઓને મારવા અને ગોળીબારના કેસમાં ચૈતર વસાવા અને તેમની પત્ની સામે ગુનો નોંધાયો છે.
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
