Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dang : ગિરિમથકમાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે કુદરતી સૌંદર્ય ખીલ્યું, જુઓ સાપુતારાની સુંદરતાના દ્રશ્યો

Dang : ગિરિમથકમાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે કુદરતી સૌંદર્ય ખીલ્યું, જુઓ સાપુતારાની સુંદરતાના દ્રશ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2022 | 2:19 PM

સાપુતારા ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન દરિયાની સપાટીથી લગભગ 873 મીટરની ઉંચાઈએ સહ્યાદ્રી પર્વતમાળા અને ડાંગ જંગલની સાથે આવેલું છે.

ડાંગ (Dang) સ્થિત રાજ્યના ગિરિમથક સાપુતારા(Saputara)માં ચોમાસાના ચોમાસુ હવે ગણતરીમાં દસ્તક દે તેમ લાગી રહ્યું છે. વહેલી સવારે ખુબ ઓછી ઊંચાઈએ નજરે પડતા વાદળ નયનરમ્ય દ્રશ્યો સર્જે છે. ચોમાસામાં સાપુતારાની સુંદરતા આંખે ઉડીને વળગે છે જયારે અહીંનું વાતાવરણ ગુજરાતના કાશ્મીરમાં ફરવાનો આનંદ પ્રદાન કરે છે. હવે સાપુતારામાં માત્ર ચોમાસુ જ નહિ પણ વાતાવરણમાં પ્રિ – મોન્સૂન એક્ટિવિટી પણ પર્યકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. કેટલાક વિસ્તારોમાં ઓછી વિઝિબ્લિટી અને દુન્દ્રોને ઢાંકી દેતા વાદળ ખુબ સુંદર દ્રશ્ય સર્જે છે. ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે આવેલા સાપુતારામાં સુરત સહિત દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે.

સાપુતારા ગુજરાત રાજ્યના ડાંગ જિલ્લામાં આવેલું એક સુંદર હિલ સ્ટેશન છે. આ હિલ સ્ટેશન દરિયાની સપાટીથી લગભગ 873 મીટરની ઉંચાઈએ સહ્યાદ્રી પર્વતમાળા અને ડાંગ જંગલની સાથે આવેલું છે. સાપુતારાની ગણતરી ભારતના તેવા વિશેષ સ્થળોમાં થાય છે જે ઘણા લોકોની નજરથી દૂર છે. સાપુતારા ગુજરાતનું એક હિલ સ્ટેશન તેમજ એક ભવ્ય શહેર છે. સાપુતારાનો શાબ્દિક અર્થ ‘સાપનું ઘર’ થાય છે. હવે વેકેશન પૂરું થઇ રહ્યું છે ત્યારે પર્યટકોની ભીડ પણ વધી છે. સાપુતારામાં ઇકો પોઇન્ટ, ગંધર્વપુર આર્ટિસ્ટ વિલેજ, ગીરા ધોધ, નાગેશ્વર મહાદેવ મંદિર, રોઝ ગાર્ડન, સાપુતારા તળાવ, સાપુતારા ટ્રાઇબલ મ્યુઝિયમ, સ્ટેપ ગાર્ડન, સનરાઇઝ પોઇન્ટ, સનસેટ પોઇન્ટ અને નેશનલ પાર્ક જેવા શ્રેષ્ઠ સ્થળોએ મોટી સંખ્યામાં પર્યટકો નજરે પડી રહ્યા છે.

Published on: Jun 08, 2022 02:19 PM
g clip-path="url(#clip0_868_265)">