AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod: મોડર્ન સ્કુલની હોસ્ટેલમાં પીવાના પાણીનો અભાવ, વિધાર્થીઓ બગીચાના નળનું પાણી પીવા મજબુર

Dahod: મોડર્ન સ્કુલની હોસ્ટેલમાં પીવાના પાણીનો અભાવ, વિધાર્થીઓ બગીચાના નળનું પાણી પીવા મજબુર

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 9:41 PM
Share

Dahod: લીમખેડાની મોડર્ન સ્કૂલની અન્ય એક બેદરકારી સામે આવી છે. હોસ્ટેલમાં પીવાના પાણીની યોગ્ય સુવિધા ન હોવાથી વિધાર્થીઓ કમ્પાઉન્ડના બગીચાના નળનું પાણી પીવા મજબુર બન્યા છે.

દાહોદના (Dahod) લીમખેડાની (Limkheda) મોર્ડન સ્કુલની (Modern School) હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે. હોસ્ટેલમાં પીવાના પાણીની યોગ્ય સુવિધા ન હોવાથી વિધાર્થીઓ કમ્પાઉન્ડના બગીચાના નળનું પાણી પીવા મજબુર બન્યા છે. એવામાં પીવાના પાણીની યોગ્ય સુવિધા ન હોવાથી વિદ્યાર્થીઓનું સ્વાસ્થ્ય બગડી શકે છે. એટલું જ નહી કપડા ધોવા માટે પણ વિદ્યાર્થીઓને ડોલે ડોલે પાણી ભરીને લઈ જવુ પડે છે, જેથી ભારે હાલાકીનો સામનો વિધ્યાર્થીઓ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ જ શૂળની અન્ય એક બેદરકારી પણ સામે આવી છે. મોર્ડન સ્કૂલના બાળકોને ઘેટાં બકરાની જેમ બસમાં ભરવામાં આવી રહ્યા છે. રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે એવામાં સરકાર દ્વારા ફરીથી માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સિંગનેના નિયમોનું પાલન કરવાની વારંવાર અપીલ કરવામાં આવે છે તો બીજી તરફ દાહોદની લીમખેડા સ્થિત મોર્ડન સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા છે.

બસમાં બેઠક વ્યવસ્થા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને ઠાંસી ઠાંસીને બસમાં બેસાડવામાં આવ્યા છે. શાળા સંચાલકોની આ ઘોર બેદરકારીના કારણે શાળામાં કોરોના વિસ્ફોટનો ડર વધી ગયો છે. દાહોદની લીમખેડાની આ શાળામાં ગરીબ આદિવાસી પરિવારના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિવિધ આદિવાસી કલ્યાણ યોજના હેઠળ સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કરોડો રુપિયાની ગ્રાન્ટની ફાળવણી થાય છે. પરંતુ અહીં તો શાળાના સંચાલકોના ગેરવહીવટનો ભોગ વિદ્યાર્થીઓ બની રહ્યા છે.

 

આ પણ વાંચો: Surat : મુખ્તાર અબ્બાસ નકવી સુરત પહોંચ્યા, હુનર હાટમાં કોરોના ગાઈડલાઇનનું ધ્યાન રાખવા સૂચના

આ પણ વાંચો: Gujarat: કોરોનાએ 24 કલાકમાં લીધા 3 જીવ, જાણો ક્યાં કેટલા આવ્યા કેસ; અને ગુજરાતના મહત્વના સમાચાર

g clip-path="url(#clip0_868_265)">