Gujarat: કોરોનાએ 24 કલાકમાં લીધા 3 જીવ, જાણો ક્યાં કેટલા આવ્યા કેસ; અને ગુજરાતના મહત્વના સમાચાર

Gujarat Corona Update: ગુજરાત માટે આજનો દિવસ આફત બનીને આવ્યો. આજે રાજ્યમાં કોરોનાના કારણે 3 લોકોના જીવ ગયા છે. તો નવા 2 ઓમિક્રોનના કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કુલ 3 ઓમિક્રોન કેસ થયા છે.

Gujarat: કોરોનાએ 24 કલાકમાં લીધા 3 જીવ, જાણો ક્યાં કેટલા આવ્યા કેસ; અને ગુજરાતના મહત્વના સમાચાર
Gujarat Corona Update
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 10, 2021 | 8:39 PM

Gujarat Corona Update: ગુજરાતમાં કોરોનાના કેસમાં ત્રણ બે દિવસથી સતત વધારો નોંધાઈ રહ્યો હતો તો કાલના પ્રમાણમાં આજે થોડા ઓછા આંકડા નોંધાયા છે. શુક્રવાર 10 ડિસેમ્બરના રોજ છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા 63 કેસ નોંધાયા છે. પરનું ચિંતાજનક બાબત એ છે કે 24 કલાકમાં રાજ્યમાં ત્રણ વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા. તો જણાવી દઈએ કે બુધવારે નોંધાયેલા 67 અને ગુરુવારે 70 કેસ નોંધાયા હતા. જયારે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39 દર્દીઓ સાજા થયા છે.

જણાવી દઈએ કે સૌથી વધુ અમદાવાદ શહેરમાં 13 નવા કેસ નોંધાયા છે. તો જામનગર-સુરત-વડોદરા શહેરમાં 11-11 કેસ છે. ત્યારે રાજકોટ શહેર અને વલસાડ,ભાવનગર જિલ્લામાં 1-1 મૃત્યુ એમ કુલ 3 લોકોના ભોગ કોરોનાએ લીધા છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટીવ કેસ વધીને 480 થયા છે.

તો અત્યાર સુધી કોરોનાને 8,17, 428 દર્દીઓ હરાવ્યો છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98. 72 ટકા થયો છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 480 છે. જેમાં 6 લોકો વેન્ટિલેટર પર છે જયારે 474 લોકોની તબિયત સ્થિર છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 10098 લોકોના મોત થયા છે.

લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?

અમદાવાદ કોર્પોરેશન 13, જામનગર કોર્પોરેશન અને સુરત કોર્પોરેશન તેમજ વડોદરા કોર્પોરેશન 11, તો કચ્છ, નવસારી અને વલસાડમાં 3 કેસ નોંધાતા છે. રાજકોટ કોર્પોરેશનમાં 2 કેસ સામે આવ્યો છે. જ્યારે આણાંદ, બનાસકાાંઠા, ગાાંધીનગર કોર્પોરેશન, પંચમહાલ, રાજકોટ, અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે.

GUJARAT : રાજ્યની 8 મહાનગર પાલિકામાં રાત્રિ કર્ફ્યૂની ગાઈડલાઈન યથાવત

આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુનો સમય યથાવત રહેશે. રાત્રીના 1થી સવારના પાંચ વાગ્યા સુધી રાત્રી કર્ફ્યુ અમલી રહેશે. 31 ડિસેમ્બર સુધી આ ગાઇડ લાઇન અમલી રહેશે. મહત્વનું છે કે આજે આઠ મહાનગરોમાં રાત્રી કર્ફ્યુની અવધી પૂર્ણ થઇ રહી છે.

Porbandar: સમુદ્રમાંથી મળેલા બે શંકાસ્પદ કબૂતરોના પગમાં માઈક્રોચિપ્સની આશંકા, શું થઇ રહી છે જાસૂસી?

પોરબંદર સમુદ્રમાં માછીમારી કરતા ફિશરમેનની બોટમાં બે કબુતરો આવ્યા હતા. જેને પકડી લેવામાં આવ્યા છે. કબૂતરોના પગમાં ચિપ્સ હોવાની આશંકા છે. તો આ કબૂતરો કોણે મોકલ્યા હશે અને અહીં શું કારણથી મોકલ્યા હશે તે દરેક વાતે શંકા છે. આ બાબતે સુરક્ષા એજન્સીએ તપાસ શરુ કરી છે.

DAHOD: લીમખેડાની મોડર્ન સ્કૂલમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા, વિદ્યાર્થીઓને બસમાં ઘેટા-બકરાની જેમ બેસાડાયા

મોર્ડન સ્કૂલના બાળકોને કેવા ઘેટાં બકરાની જેમ બસમાં ભરવામાં આવી રહ્યા છે. બસમાં બેઠક વ્યવસ્થા કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને ઠાંસી ઠાંસીને બસમાં બેસાડવામાં આવ્યા છે. શાળા સંચાલકોની આ ઘોર બેદરકારીના કારણે શાળામાં કોરોના વિસ્ફોટનો ડર વધી ગયો છે.

જામનગરમાં OMICRONના વધુ 2 કેસ નોંધાયા, ગુજરાતમાં ઓમિક્રોન વેરીએન્ટના કુલ 3 કેસ થયા

ગુજરાતમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરીએન્ટના વધુ બે કેસ નોંધાયા છે. જામનગરમાં એક કેસ સામે આવ્યાં બાદ વધુ બે કેસ નોંધાયા છે. અગાઉ જે દર્દી કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમિત થયા હતા તેના સંબંધી પણ ઓમિક્રોનથી સંકમિત થયા છે. દર્દીનાં પત્ની અને સાળાને કોરોનાનું સંક્રમણ થયું છે. પુણેની વાયરોલોજી લેબમાં મોકલવામાં આવેલા સેમ્પલમાં સામે આવ્યું છે કે આ બંને દર્દીઓ ઓમિક્રોન વેરીએન્ટથી સંક્રમિત થયા છે.

CM ભૂપેન્દ્ર પટેલને મળ્યાં પાટીદાર સાંસદો, પાટીદાર આંદોલન સમયના કેસને લઈને કરી આ રજૂઆત

ગુજરાતના પાટીદાર સાંસદોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને મળીને પાટીદાર આંદોલન સમયે થયેલા કેસ પરત ખેંચવા રજૂઆત કરી છે. રાજકોટના સાંસદ મોહન કુંડારિયાએ કહ્યું કે અન્ય સમાજની લાગણી દુભાઈ હોય કે કેસ થયા હોય તો તે પણ પાછા ખેંચાવા જોઈએ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">