દાહોદમાં મેઘરાજાની મહેર બાકી, ડેમ હજી ખાલી, જિલ્લાના 8 પૈકી 6 ડેમ ખાલી, જુઓ Video
દાહોદમાં આવેલા 8 ડેમની સ્થિતિ પર નજર કરીએ તો પાનમ ડેમમાં હાલમાં 52 ટકા પાણીનો સંગ્રહ થયેલો છે. જ્યારે પાટાડુંગરી ડેમમાં 59 ટકા પાણી સંગ્રહાયેલું છે. દાહોદના વધુ એક ડેમ માછણનાળામાં 62 ટકાથી વધુ અને કબૂતરી ડેમમાં 64 ટકા જેટલો જળસંગ્રહ અત્યાર સુધીમાં થયો છે. જ્યારે કાળી 2 ડેમમાં 85 ટકા પાણીનો સંગ્રહ થયો છે.
Dahod : મધ્ય ગુજરાતમાં મેઘરાજા હજુ બરાબર વરસ્યા નથી. દાહોદ (Dahod) જિલ્લાના 8 પૈકી 6 ડેમ ખાલીખમ છે. ચોમાસામાં દાહોદના માત્ર 2 ડેમમાં જ 100 ટકા જળસંગ્રહ થયો છે. જ્યારે છ જેટલા ડેમમાં હજુ 60થી લઈને 80 ટકા સુધી પાણીનો સંગ્રહ થયેલો છે. જો મેઘરાજા મહેર ન કરે તો દાહોદ પંથકના ખેડૂતોને સિંચાઈના પાણીની તકલીફ પડી શકે છે.
આ પણ વાંચો Gujarati Video: દાહોદમાં નક્લી શેમ્પુ બનાવતી ફેક્ટરી, ઉત્તરપ્રદેશના 8 આરોપી ઝડપાયા
દાહોદમાં આવેલા 8 ડેમની સ્થિતિ પર નજર કરીએ તો પાનમ ડેમમાં હાલમાં 52 ટકા પાણીનો સંગ્રહ થયેલો છે. જ્યારે પાટાડુંગરી ડેમમાં 59 ટકા પાણી સંગ્રહાયેલું છે. દાહોદના વધુ એક ડેમ માછણનાળામાં 62 ટકાથી વધુ અને કબૂતરી ડેમમાં 64 ટકા જેટલો જળસંગ્રહ અત્યાર સુધીમાં થયો છે. જ્યારે કાળી 2 ડેમમાં 85 ટકા પાણીનો સંગ્રહ થયો છે. દાહોદ જિલ્લાના બે ડેમ વાંકલેશ્વર અને ઉમરીયા છલોછલ ભરાયેલા છે. વાંકલેશ્વર અને ઉમરીયા ડેમમાં 100 ટકા જેટલો પાણીનો સંગ્રહ થયેલો છે.
દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો