આજનું હવામાન : દિવાળીની ઉજવણીમાં વરસાદનું વિઘ્ન ! અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની આગાહી, જુઓ Video
દિવાળીની ઉજવણીમાં પણ વરસાદ વિઘ્ન પાડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 16 ઓક્ટોબરથી લઈને 21 ઓકટોબર સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. દિવાળીની ઉજવણીમાં પણ વરસાદ વિઘ્ન પાડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 16 ઓક્ટોબરથી લઈને 21 ઓકટોબર સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે. દિવાળીએ વરસાદ લોકોની મજા બગાડી શકે છે. જો કે દિવાળી જ નહીં પરંતુ દિવાળી બાદ પણ ગુજરાત પર વરસાદની ઘાત રહેશે.દિવાળી બાદ ગુજરાતમાં ચક્રવાતની અસર જોવા મળી શકે છે.દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પણ ત્રાટકી શકે છે.જો કે માત્ર માવઠું જ નહીં પરંતુ આગામી દિવસોમાં ઠંડી પણ ખુબ જ પરેશાન કરી શકે છે.આ વર્ષે રેકોર્ડબ્રેક ઠંડી પડશે તેવી આગાહી કરવામાં આવી રહી છે.
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
બીજી તરફ અંબાલાલ પટેલની આગાહી અનુસાર આગામી 18 થી 21 ઓક્ટોબરમાં અરબી સમુદ્રમાં ચક્રવાત બની શકે છે. લો પ્રેશર થી ડીપ ડિપ્રેશન સુધી જઈ શકે છે. આગામી 26 ઓક્ટોબર બાદ બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાય તેવી શક્યતા છે. આગામી 7 નવેમ્બરમા દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. ગુજરાતના હવામાનમાં પલટો આવે તેવી આગાહી કરવામાં આવી છે. દિવાળીથી 30 ઓક્ટોબર સુધીમાં ગુજરાતનું હવામાન પલટાશે.
અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં માવઠું થવાની શક્યતા છે. 18 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત થશે. આ ઉપરાંત રાજ્યમાં 23 ઑક્ટોબરથી ઠંડા પવન ફૂંકાવાની શક્યતા છે. ડિસેમ્બરની શરૂઆતમાં ઠંડા પવન ફૂંકાઈ શકે છે. ત્યારે આગામી 22 ડિસેમ્બર બાદ ગાત્રો થીજવતી ઠંડી પડશે.

