Cyclone Tauktae Updates Gujarat: પોરબંદરના માધવપુરના દરિયામાં દેખાયો કરંટ, સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

પોરબંદરના માધવપુરના દરિયા કિનારે ‘તોક તે' વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને પોલીસના જવાનોને દરિયા કાંઠે તૈનાત કરાયા છે.

| Updated on: May 16, 2021 | 6:05 PM

પોરબંદરના માધવપુરના દરિયા કિનારે ‘તોક તે’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે અને પોલીસના જવાનોને દરિયા કાંઠે તૈનાત કરાયા છે, તેમજ સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. અરબી સમુદ્રમાં કોસ્ટગાર્ડ અને નૌકાદળ સજ્જ થઈ ગયા છે. કોસ્ટગાર્ડ અને નૌકાદળ દરિયામાં રહેલા માછીમારોને એલર્ટ કરી રહ્યા છે.

અરબી સમુદ્રમાં હાલ એક પણ બોટ નહીં હોવાના અહેવાલ મળી રહ્યા છે. વાવાઝોડાને પગલે દરિયામાં હળવો કરંટ છે, નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવા તંત્રની તૈયારીઓ ચાલી રહી છે. દરિયાકિનારાના 30 જેટલા ગામોને સાવચેત રખાયા છે. પોરબંદરજિલ્લા અને ગ્રામ્ય કુલ વિસ્તારમાંથી 2 હજાર લોકોનું સ્થળાંતર આવ્યું છે તો જિલ્લાભરમાંથી કુલ 7 હજાર લોકોને સલામત સ્થળે ખસેડાશે.

માધવપુરના દરિયાકિનારેથી લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદરમાં રાહત અને બચાવ માટે NDRFની કુલ 3 કંપની અને SDRFની 1 કંપની તૈનાત કરવામાં આવી છે. હાલમાં પોરબંદરમાં વાદળછાયું વાતાવરણ છે, જો કે દરિયામાં હળવો કરંટ હોવાને લઈને સમુદ્રમાં 1થી 2 મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા. પોરબંદર ચોપાટી અને સમુદ્ર તટ પર પોલીસ તૈનાત કરી દેવાઈ છે. હાલમાં પોરબંદરમાં ફિશિંગ બોટનો ખડકલો થયો છે.

5 હજાર જેટલી બોટ પોરબંદરના બંદરે લાંગરવામાં આવી છે. તાઉ તે વાવાઝોડાના સંકટને જોતા તમામ બોટ બંદર પર લંગારવામાં આવી છે. 18 મેના રોજ વાવાઝોડું પોરબંદર અને મહુવાના દરિયાકાંઠાને પસાર કરશે તેવી આગાહી IMD દ્વારા આપવામાં આવી છે. પહેલા પોરબંદર અને નલિયા વચ્ચે ત્રાટકવાનું હતું વાવાઝોડું. સૌરાષ્ટ્ર, કચ્છ, દ. ગુજરાતના દરિયાકાંઠે વરસાદની આગાહી આપવામાં આવી છે તો ગુજરાતના બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વાવાઝોડાના કારણે 150 થી 160 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">