Breaking News : અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં એલર્ટ ! CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના

Breaking News : અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં એલર્ટ ! CM ભૂપેન્દ્ર પટેલે કંટ્રોલરુમ 24 કલાક કાર્યરત રાખવા આપી સૂચના

| Edited By: | Updated on: May 22, 2025 | 12:44 PM

અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ડાંગ, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહીને પગલે CMએ જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે.

અરબી સમુદ્રમાં લો પ્રેશરને લીધે ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના સુરત, તાપી, વલસાડ, ડાંગ, અમરેલીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહીને પગલે CMએ જિલ્લા વહીવટી તંત્રને સતર્ક રહેવા સૂચના આપી છે. આગામી 24 કલાક કંટ્રોલરુમ કાર્યરત રાખવા મુખ્યપ્રધાનને સૂચના આપી છે. તકેદારી સાથેના સલામતીના પગલા લેવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે દિશા- નિર્દેશ આપ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના કંટ્રોલરુમને 24 કલાક કાર્યરત રાખવા સૂચન કર્યું છે.

ગુજરાતમાં 6 દિવસ વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજથી 6 દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લામાં વરસાદની શક્યતા છે. 25 મે સુધી અનેક વિસ્તારમાં તોફાની વરસાદની શક્યતા છે. તેમજ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદના એંધાણ આપ્યા છે. અનેક જિલ્લાઓમાં ગાજવીજ, ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની શક્યતાના પગલે અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ 24 મેના રોજ રાજ્યમાં સાર્વિત્રિક વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે.

સામાન્ય રીતે રોજબરોજના તાપમાનને હવામાન કહેવાય છે. જ્યારે આબોહવામાં થતા ફેરફારને પણ આપણે હવામાન તરીકે ઓળખીએ છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસુ આ રીતે ત્રણ પ્રકારની ઋતુઓ હોય છે. ઋતુઓને લગતા અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..