AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biporjoy : હવામાનના નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડા બાદ ચોમાસાને લઈને કહી આ મોટી વાત, જુઓ Video

Ambalal Patel's Monsoon Forecast : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની ચોમાસા પર કેવી અસર રહેશે તેને લઈને આગાહી કરી છે. રાજ્યમાં વાવાઝોડા બાદ ચોમાસાને લઈને અનેક આશંકા સેવાઈ રહી છે કે હવે ચોમાસુ લંબાશે, મોડુ આવશે, વાવાઝોડાની ચોમાસા પર વિપરીત અસર થશે. આ દરેક સંભાવના પર અંબાલાલ પટેલે શું કહ્યુ વાંચો અહીં.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 17, 2023 | 6:14 PM
Share

Ahmedabad: વાવાઝોડુ બિપરજોય (Cyclone Biporjoy) ગુજરાત પર ટકરાયુ અને અનેક જિલ્લામાં તબાહીના વિનાશના, ખાનાખરાબીના દૃશ્યો આપણને જોવા મળ્યા, જેમા અનેક વૃક્ષો ધરાશાયી થયા. અનેક મકાનોના છાપર ઉડ્યા, અનેક શેડને નુકસાન પહોંચ્યુ તો ક્યાંય આખેઆખી પવનચક્કી ઉડી જવાના દૃશ્યો પણ જોવા મળ્યા. જો કે રાજ્ય સરકારના આગોતરા આયોજન અને તૈયારીઓને પગલે કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ગુજરાત પર ત્રાટકેલા આ વાવાઝોડા બાદ ચોમાસાને લઈને ખેડૂતો ચિંતાગ્રસ્ત બન્યા છે.

વાવાઝોડાને કારણે ચોમાસા પર અસર થશે કે નહીં. ચોમાસુ લંબાશે કે મોડુ બેસશે એ પ્રકારની પહેલા હવામાન વિભાગ દ્વારા પણ આગાહી વ્યક્ત કરાઈ હતી. જો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનો દાવો છે કે આ વાવાઝોડાની ચોમાસા પર કોઈ અસર નહીં થાય. ગુજરાતમાં ચોમાસુ 17થી 20 જૂન બેસી જશે અને વરસાદની શરૂઆત થઈ જશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં 21 જૂનથી વિધિવત રીતે ચોમાસુ બેસી જશે.

આ પણ વાંચો : Biparjoy Cyclone: દ્વારકામાં ખાબક્યો ધોધમાર વરસાદ, રસ્તાઓ પર ભરાયા પાણી, જનજીવન પ્રભાવિત-Video

વાવાઝોડાનો વરસાદ કૃષિપાક માટે સારો નથી- અંબાલાલ પટેલ

અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે હાલ વાવાઝોડા દરમિયાન જે વરસાદ વરસી રહ્યો છે તે કૃષિપાકો માટે સારો નથી. આગલા નક્ષત્રમાં વાવણી કરવા અંબાલાલ પટેલે આગ્રહ કર્યો છે. આ તરફ હવામાન વિભાગનું પણ એવુ જ કહેવુ છે કે આ વાવાઝોડાની ચોમાસા પર કોઈ અસર થશે નહીં. હાલ બિપરજોય વાવાઝોડાની તીવ્રતા ઘટી છે. અગાઉ વાવાઝોડાની અસરને કારણે જ કેરલમાં ચોમાસુ મોડુ પહોંચ્યુ છે. સામાન્ય રીતે 1 જૂનથી કેરલમાં ચોમાસાની શરૂઆત થઈ જતી હોય છે જે આ વર્ષે વાવાઝોડાને 8 જુન બાદ ચોમાસુ સક્રિય થયુ છે. ગુજરાતમાં પણ વાવાઝોડાની ચોમાસા પર અસર થવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી જો કે હવામાન વિભાગે ગઈકાલે જ સ્પષ્ટતા કરી કે ચોમાસાની જે સિસ્ટમ છે તે આખી વાવાઝોડાની સિસ્ટમથી અલગ થઈ ગઈ છે. જેના કારણે ગુજરાતમાં ચોમાસાને કોઈ અસર થશે નહીં.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
ઘરના કામકાજ થકવી નાખનારા સાબિત થશે, સ્વાસ્થ્ય વિશે વધારે ચિંતા ન કરવી
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
પટ્ટાવાળા, સ્કૂલ વાનચાલકે ચૂંટણીમાં મેળવી ઐતિહાસિક જીત, જુઓ Video
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
અમરેલીમાં ભાજપનો દબદબો યથાવત, જિલ્લા-તાલુકા-નગરપાલિકામાં ભવ્ય જીત
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
Breaking News: ગોંડલ તાલુકા પંચાયતમાં આમ આદમી પાર્ટીએ પાડ્યુ ગાબડુ
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
દ્વારકા રાવલ નગરપાલિકામાં ભાજપના સૂપડા સાફ થયા
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
70 વર્ષથી ભાજપનો જે ગઢ હતો, ત્યાં કોંગ્રેસે ગાબડું પાડ્યું
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
બારડોલી તાલુકા પંચાયતમાં કોંગ્રેસ, AAPના સુપડા સાફ...
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
જૂનાગઢમાં અપક્ષ તરીકે કોંગ્રેસને સાફ કરીને ધુરંધર તરીકે ઉભર્યું AAP
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
અમદાવાદ મનપામાં બપોર સુધીમાં 22 વોર્ડમાં ભાજપની ક્લિન સ્વિપ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાની હાર
g clip-path="url(#clip0_868_265)">