AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : Cyclone Biparjoyનું સંકટ યથાવત્, અતિ ગંભીર વાવાઝોડું હાલ સૌરાષ્ટ્ર-કચ્છની ઉપર, આજે પણ પૂર્ણ નહીં થાય અસર

હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે વાવાઝોડું હજુ આજે પણ પૂર્ણ નહીં થાય. સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે સાંજ સુધીમાં વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થશે.

Breaking News : Cyclone Biparjoyનું સંકટ યથાવત્, અતિ ગંભીર વાવાઝોડું હાલ સૌરાષ્ટ્ર-કચ્છની ઉપર, આજે પણ પૂર્ણ નહીં થાય અસર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 9:35 AM
Share

Cyclone Biporjoy : બિપોરજોય વાવાઝોડાને લઇને મહત્વપૂર્ણ જાણકારી સામે આવી છે. અતિ ગંભીર વાવાઝોડું હાલ સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર યથાવત્ જોવા મળી રહ્યુ છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા મળતી માહિતી પ્રમાણે વાવાઝોડું હજુ આજે પણ પૂર્ણ નહીં થાય. સૌરાષ્ટ્ર કચ્છમાં આજે ભારે પવન સાથે વરસાદની આગાહી છે. આજે સાંજ સુધીમાં વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થશે.

આ પણ વાંચો-Aravalli: શાળાઓમાં રજા કે શિક્ષણ ચાલુ? અધિકારીએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને મુંઝવણમાં મુકી મુશ્કેલી વધારી દીધી!

સાંજ સુધીમાં વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થશે

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સાંજ સુધીમાં વાવાઝોડાની તીવ્રતામાં ઘટાડો થશે. પવનની ગતિ ઘટીને પ્રતિ કલાક 50થી 60 કિમી રહેશે. તો આજે દિવસ દરમિયાન રાજ્યમાં છૂટાછવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં 75થી 85 કિમીની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ઉત્તર ગુજરાતમાં 45થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. 8 જિલ્લામાં 1 લાખથી વધુ નાગરિકો વાવાઝોડાથી પ્રભાવિત થયાં છે. તમામ નાગરિકો શેલ્ટર હોમમાં સુરક્ષિત, જાનમાલનું નુકસાન ટળ્યું છે. NDRF અને SDRFની ટીમો રાહત અને બચાવમાં સતત કાર્યરત છે.

ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ વાવાઝોડાનો અંત આવે તેવી શક્યતા

છેલ્લા 6 કલાક દરમિયાન 13 કિમી પ્રતિકલાકની ઝડપે ઉત્તરપૂર્વ તરફ આગળ વધ્યું છે. વાવાઝોડું જખૌ બંદરથી લગભગ 40 કિમી ઉત્તરપૂર્વ તરફ દૂર ગયું અને નલિયાથી 30 કિમી ઉત્તરે દૂર આગળ વધ્યું છે. હવે સમગ્ર ઉત્તર ગુજરાતમાં લગભગ ઉત્તર પૂર્વ તરફ આગળ વધે અને ધીમે-ધીમે નબળું પડે તેવી શક્યતા છે. દક્ષિણ રાજસ્થાનમાં જઈ ડિપ્રેશનમાં પરિવર્તિત થયા બાદ વાવાઝોડાનો અંત આવે તેવી શક્યતા છે.

વાવાઝોડું સાયક્લોનિક સ્ટોર્મમાં પરિવર્તિત થશે અને ત્યારબાદ પવનની ગતિમાં ઘટાડો થશે. આજે સાંજ સુધીમાં હવાની ગતિમાં વધુ ઘટાડો થઇ જશે. વાવાઝોડાને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. અનેક વિસ્તારોમાં મકાનોના છાપરા ઉડવાની તેમજ વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી થવાની ઘટના બની. તો કચ્છ અને દ્વારકાના અનેક ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો.

બિપરજોય  વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
અમદાવાદ ભારે વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા,જુઓ Video
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
આજનું રાશિફળ : નોકરી, ધંધો, પૈસા અને પરિવાર માટે આજનો દિવસ કેવો?
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
Breaking News: ભાવનગરમાં વધુ એક નક્લી વિદેશી દારૂની ફેક્ટરી ઝડપાઈ
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
અમદાવાદમાં ગણેશ પંડાલ લગાવવા માટેના જાણી લો નવા નિયમો
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
થોડા વરસાદમાં જ અમદાવાદના માર્ગો થયા જળબંબાકાર, નફ્ફટ તંત્રની ખુલી પોલ
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
અમેરિકામાં ભારતીય મહિલાના ભાઈની કારના ચારેય પૈડાં ચોરાયા - જુઓ Video
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
TV9ના અહેવાલની અસર, દેવભૂમિ દ્વારકામાં પાણીની સમસ્યાનો અંત
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
વિદ્યાર્થી આંદોલનની જીત, અનિયમિત બસ સેવા હવે નિયમિત થશે
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રેપિડ ટેસ્ટ અંગે વેપારીઓને ટ્રેનિંગ અપાય
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
રખડતી ગાયો માટે મહિલાએ Zomato થી રોટલી ઓર્ડર કરી
g clip-path="url(#clip0_868_265)">