AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyclone Biporjoy : કચ્છમાં જ્યાં જૂઓ ત્યાં બસ તબાહીના જ દ્રશ્યો, કેટલું અને ક્યાં થયું નુકશાન, જુઓ Video

કચ્છમાં બિપરજોય વાવાઝોડા દરમ્યાન 54000 લોકોનું સ્થળાંતર કરાયું છે. તો સગર્ભા બહેનો, બાળકો અને અગરિયાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 63 રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે. વાવાઝોડા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2023 | 8:43 PM
Share

Cyclone Biporjoy: બિપરજોય વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ જિલ્લામાં જોવા મળી. અહીં ભારે પવન અને વરસાદને કારણે જનજીવન સ્પષ્ટપણે પ્રભાવિત થયેલું જોવા મળ્યું. જ્યાં જુઓ ત્યાં બસ તબાહીના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વાવાઝોડાએ એવો કેર વર્તાવ્યો છે કે રસ્તા પર વૃક્ષો અને વીજપોલ પડી ગયા છે. રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

રહેણાંક વિસ્તારોમાં પણ ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. અમુક વિસ્તારો એવા છે જ્યાં પાણીના ભારે પ્રવાહને કારણે રસ્તા તૂટી ગયા છે. જેને કારણે અમુક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. આ સ્થિતિમાં NDRF સહિતની બચાવ ટીમો વિવિધ વિસ્તારોમાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે. તો ભારે પવન અને વરસાદને કારણે ખેતીના પાકને પણ મોટું નુકસાન થયું છે.

કચ્છમાં વાવાઝોડા દરમ્યાન 54000 લોકોનું સ્થળાંતર કરાયું છે. તો સગર્ભા બહેનો, બાળકો અને અગરિયાઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 63 રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે. 670 કાચા અને 275 પાકા મકાનો અસરગ્રસ્ત થયા છે. મહત્વનુ છે કે 348 મકાનોની ઘરવખરીને નુકસાન થયું છે. 552માંથી 382 સગર્ભા માતાઓની ડિલિવરી પણ કરાઈ છે. માનવ ઇજાના 8 કેસ નોંધાયા છે. વાવાઝોડાની તારાજીને કારણે 263 જેટલા રસ્તાઓ બંધ કરાયા છે.

80 હજાર જેટલા વિજપોલ પણ આ દરમ્યાન ક્ષતિગ્રસ્ત થયા અને સબસ્ટેશન લાઇન પણ ક્ષતિગ્રસ્ત થયા છે. 4600 ગામોમાં વીજળી ઠપ્પ થઈ હતી. 3580થી વધુ ગામોમાં વીજ પૂરવઠો તાત્કાલિક વાવાઝોડાની અસર ઓછી થતાં શરૂ કરાયો હતો. 3,275 વૃક્ષ ધરાશાઈ થયા હતા. 71 પશુઓના પણ મૃત્યુ નોંધાયા હતા. 33 હજાર ખેતીલાયક વિસ્તાર અસરગ્રસ્ત થયા હોવાને લઈ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરવે માટે 94 જેટલી ટીમ હાલ કાર્યરત છે.

આ પણ વાંચો : જતુ રહ્યું Biparjoy Cyclone, પાછળ છોડી ગયું તબાહી, જુઓ બરબાદીની 14 તસ્વીરો

બીજી તરફ અબડાસા, માંડવી અને લખપતમાં અતિભારે વરસાદ વરસ્યો હતો. અનેક વિસ્તારોમાં કમરસુધી પાણી ભરાયા હોવાના પણ દ્રશ્યો એસએમે આવ્યા હતા. અબડાસા તાલુકાનો નલિયા ભૂજ વચ્ચેનો રસ્તો તુટ્યો હતો. કચ્છમાં ભારે વરસાદ બાદ ભવાનીપર પાસે આવેલો રસ્તો ધોવાયો હતો. રસ્તો બંધ થતા ભુજ નલિયા વચ્ચેનો સંપર્ક કપાયો હતો. એટલે કે વાવજોડાએ બહરે તારાજી સર્જી હતી. નખત્રાણાના વેસલપરમાં પણ ખેડૂતોને નુકસાન થયું હતું.

વાવાઝોડાના કારણે કેળાના બગીચાને પણ નુકસાન સાથે અનેક સ્થળે કેરી અને ખારેકના વૃક્ષો ધરાશાયી થયા છે. માંડવી, ભુજ વિસ્તારમાં અનેક જગ્યાએ ઝાડ પડ્યા હોવાની મોટી સંખ્યા સામે આવી છે. જેમાં ભુજ-નલિયા માર્ગ પર અનેક વૃક્ષ ધરાશાયી થયા છે. NDRFની ટીમે 5થી 6 લોકોનું વાવાઝોડા દરમ્યાન રેસ્ક્યૂ કર્યું હતું. પોલીસે દોરડા વડે 9 બાળકો સહિત 16 લોકોનું રેસ્ક્યૂ કર્યું.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">