Vadodara News : સાયબર માફીયાઓ બન્યા બેફામ, વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ કર્યું હેક, જુઓ Video

|

Sep 21, 2024 | 1:37 PM

વડોદરામાં ફરી એક સાયબર માફીયાઓ બેફામ બન્યા છે. વડોદરામાં સાયબર માફીયાઓએ કાયદાના જાણકારોને જ શિકાર બનાવ્યા હોવાની ઘટના બની છે. વડોદરાના વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ હેક કર્યું છે.

વડોદરામાં ફરી એક સાયબર માફીયાઓ બેફામ બન્યા છે. વડોદરામાં સાયબર માફીયાઓએ કાયદાના જાણકારોને જ શિકાર બનાવ્યા હોવાની ઘટના બની છે. વડોદરાના વકીલ મંડળનું વોટ્સઅપ ગ્રુપ હેક કર્યું છે. ભેજાબાજે ગ્રુપનું નામ બદલી BOB KYC કરી નાખ્યુ છે. ગ્રુપમાં APK ફાઈલ મુકી બધાને KYC કરી લેવા સૂચના આપી છે. ગ્રુપ હેક થયું હોવાનું સામે આવતા એક બાદ એક તમામ ગ્રુપમાંથી રીમુવ થયા છે.

સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલ થઈ હતી હેક

બીજી તરફ આ અગાઉ સુપ્રીમ કોર્ટની યુટ્યુબ ચેનલને કોઈએ હેક કરી હોવાની ઘટના સામે આવી હતી. સુપ્રીમ કોર્ટની સુનાવણીના તમામ વીડિયો ગાયબ થયા હતા. જ્યારે ચેનલ ખોલવામાં આવે છે ત્યારે તેના પર અમેરિકાનો વિડિયો ચાલી રહ્યો હતો. અમેરિકન કંપની ‘રિપલ લેબ્સ’ ક્રિપ્ટોકરન્સી XRPનો એક એડ વીડિયો બતાવી રહી હતી. સુપ્રીમ કોર્ટની સુનાવણીના તમામ વીડિયો ગાયબ થયો હતો. વિડિયો ખોલતાં કંઈ દેખાતું ન હતું.

Next Video