AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાયબર ક્રાઈમના કોન્સ્ટેબલ 10 લાખની લાંચના કેસમાં ઝડપાયાનો મામલો, PI ના પગ તળે ACB તપાસનો રેલો

સાયબર ક્રાઈમના કોન્સ્ટેબલ 10 લાખની લાંચના કેસમાં ઝડપાયાનો મામલો, PI ના પગ તળે ACB તપાસનો રેલો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 31, 2023 | 8:11 PM
Share

અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચના લોક રક્ષક અનાર્મ કોન્સ્ટેબલે 10 લાખ રુપિયાની લાંચ માગી હતી. કોન્સ્ટેબલે 7 લાખ રુપિયાની રકમ મેળવી લીધી હતી. જે બાદમાં પણ બાકીની રકમ માગવાને લઈ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો.જેને આધારે એસીબીએ આ મામલામાં છટકુ ગોઠવતા કોન્સ્ટેબલ હરદીપસિંહ પરમાર ઝડપાઈ આવ્યો હતો. છટકા દરમિયાન ત્રણ લાખ રુપિયા લેતા હરદીપસિંહ ઝડપાયો હતો. જોકે આ મામલાની તપાસ હાથ ધરતા હવે રેલો પીઆઈ દીગ્વિજયસિંહ જાડેજાના પગે પહોંચ્યો છે.

અમદાવાદ શહેર પોલીસમાં જાણે કે ભ્રષ્ટાચારનો સડો વધારે વ્યાપ્યો હોય એમ એક બાદ એક તોડકાંડ સામે આવ્યા છે. પહેલા સોલા પોલીસ બાદ હવે સાયબર ક્રાઈમમાં 10 લાખ રુપિયાનો તોડે ચર્ચા જગાવી છે. એલઆરડી જવાને 10 લાખ રુપિયા ની લાંચ માંગવાના મામલામાં અંતિમ ત્રણ લાખ રુપિયાની બાકી રકમ સ્વિકારવા જતા ઝડપાયો હતો.

આ પણ વાંચોઃ શામળાજી ચેકપોસ્ટ નજીકથી વિદેશી દારુ ભરેલ કન્ટેનર ઝડપાયુ, 25 લાખના જથ્થા સાથે એકની ધરપકડ

એસીબીએ 10 લાખની લાંચમાં એલઆરડી જવાન હરદીપસિંહ પરમારને ત્રણ લાખ લેતા ઝડપ્યા બાદ હવે તપાસ તેજ કરી છે. જેમાં તપાસનો રેલો હવે તત્કાલીન સાયબર ક્રાઈમના પીઆઈ દીગ્વિજયસિંહ જાડેજા સુધી પહોંચ્યો છે. તોડની રકમને લઈ એસીબીએ પીઆઈ જાડેજાને ઘરે તપાસ કરવા પહોંચી હોવાનુ પણ સુત્રોથી સામે આવી રહ્યુ છે. જવાન પરમારે પૂછપરછમાં આ ખુલાસો કર્યો હોવાનુ સામે આવ્યુ છે. આ મામલે ફરિયાદીનો વીડિયો પણ વાયરલ થયો હતો.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">