Ahmedabad News : ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ, પોલીસે 2ની કરી અટકાયત, જુઓ Video

|

Sep 12, 2024 | 12:54 PM

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ છે. મળતી માહિતી અનુસાર ઝડપાયેલા ડ્રગ્સની કિંમત એક કરોડની આસપાસ હોવાનું સામે આવ્યુ છે.

ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે અમદાવાદના ક્રાઈમ બ્રાન્ચે 1 કિલોથી વધારે MD ડ્રગ્સ ઝડપ્યુ છે. મળતી માહિતી અનુસાર ઝડપાયેલા ડ્રગ્સની કિંમત એક કરોડની આસપાસ હોવાનું સામે આવ્યુ છે. પોલીસે 2 આરોપીઓની પણ કરી અટકાયત કરી છે.

જયપુર – રતલામ માર્ગે પરથી અમદાવાદમાં ડ્રગ્સ લવાયુ હોવાનો ખુલાસો થયો છે. ઈકો કારમાં અન્ય પરચુરણ સામાનની સાથે ડ્રગ્સ લવાતુ હોવાનું સામે આવ્યુ છે.

 વાસણ બોડર પરથી ઝડપાયું MD ડ્રગ્સ

બીજી તરફ બનાસકાંઠાના વાસણ બોડર પરથી MD ડ્રગ્સ ઝડપાયું છે. લક્ઝરી બસમાંથી ચેકિંગ કરતા MD ડ્રગ્સ મળી આવ્યું છે. 42.84 ગ્રામ MD ડ્રગ્સ એક ઇસમની અટકાયત થઇ છે. ધાનેરા પોલીસે 4.34 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે. ધાનેરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Video