યુદ્ધના માહોલમાં ગેસની અછત વચ્ચે કાળાબજારીઓ સક્રિય: અમદાવાદમાં ગેસ એજન્સીનો કર્મચારી જ 65 સિલિન્ડર સાથે ઝડપાયો

| Edited By: | Updated on: Mar 22, 2026 | 9:39 PM

અમદાવાદના આનંદનગર વિસ્તારમાં પોલીસના દરોડામાં ગેસ સિલિન્ડરના ગેરકાયદે રિફિલિંગનું મોટું નેટવર્ક પકડાયું છે. વ્રજનગરી આવાસ યોજના પાસે ગેસ એજન્સીનો જ એક કર્મચારી ઘરેલું અને કોમર્શિયલ બોટલોમાંથી ગેસની ચોરી કરી બ્લેકમાં વેચતો રંગેહાથ ઝડપાયો છે.

એકતરફ યુદ્ધની સ્થિતિને કારણે ગેસના પુરવઠામાં અછત સર્જાઈ રહી છે, ત્યારે બીજી તરફ કાળાબજારીઓ સામાન્ય જનતાના હકનો ગેસ ચોરી રહ્યા છે. અમદાવાદના આનંદનગર પોલીસે બાતમીના આધારે વ્રજનગરી ઔડા આવાસ યોજના પાસે દરોડા પાડીને ગેરકાયદે ગેસ રિફિલિંગ કરતા મહેશ ચૌહાણ નામના શખ્સને ઝડપી પાડ્યો છે.

આવાસ યોજનામાં ચાલતું હતું ‘બ્લેક’ માર્કેટિંગ

આરોપી મહેશ ચૌહાણ ગેસ એજન્સીમાં જ કામ કરતો હતો અને તેનો ફાયદો ઉઠાવીને તે બે લોડિંગ રિક્ષામાં ગેસની બોટલો રાખીને રિફિલિંગનું કામ કરતો હતો. તે ભરેલી બોટલોમાંથી ગેસ કાઢીને ખાલી બોટલમાં ભરી દેતો અને ત્યારબાદ તેને ઊંચા ભાવે બજારમાં વેચતો હતો. પોલીસને તપાસ દરમિયાન સ્થળ પરથી 55 ડોમેસ્ટિક (ઘરેલું) અને 10 કોમર્શિયલ મળી કુલ 65 ગેસ સિલિન્ડર મળી આવ્યા છે.

₹1 લાખનો મુદ્દામાલ જપ્ત

આનંદનગર પોલીસે આરોપી પાસેથી કુલ ₹1 લાખની કિંમતના ગેસ સિલિન્ડર, વજન કાંટો અને લોડિંગ રિક્ષા સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ સમગ્ર કૌભાંડ પાછળ અન્ય કોઈ મોટા માથાઓ સામેલ છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે. યુદ્ધ જેવી કટોકટીમાં પણ કાળાબજાર કરનારા તત્વો સામેની આ કાર્યવાહીથી વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(ઈનપુટ ક્રેડિટ: મિહિર સોની )

Skoda Kushaq facelift 2026: નવી ‘Skoda Kushaq’ ફેસલિફ્ટ ભારતમાં લોન્ચ; મસાજ સીટ્સ અને 8-સ્પીડ ગિયરબોક્સ સાથે બદલાઈ ગયો આખો લુક

Follow Us