AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે ક્રિકેટનો મહાજંગ, રાજકોટના ક્રિકેટ પ્રેમીઓએ ભારતીય ટીમના વિજય માટે કરી વિશેષ પૂજા

ભારત-પાકિસ્તાન વચ્ચે આજે ક્રિકેટનો મહાજંગ, રાજકોટના ક્રિકેટ પ્રેમીઓએ ભારતીય ટીમના વિજય માટે કરી વિશેષ પૂજા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2022 | 4:11 PM
Share

રાજકોટમાં (Rajkot) ક્રિકેટ પ્રેમી ઇચ્છી રહ્યા છે કે આ વખતે પણ પાકિસ્તાનને રગદોળીને ભારત એશિયા કપમાં પોતાનો હાથ ઉપર રાખે આજે સુપર સન્ડે છે અને રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાયેલો જોવા મળ્યો છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટનો મહાજંગ (India vs Pakistan T20) આજે છે. ભારત અને પાકિસ્તાનની ટીમ સામસામે ક્રિકેટના (Cricket) મેદાનમાં ટકરાઈ રહી છે. ત્યારે રાજકોટના (Rajkot) ક્રિકેટ પ્રેમીઓએ ભારતીય ટીમના વિજય માટે વિશેષ પૂજાનું આયોજન કર્યું છે. રાજકોટના ત્રિકોણબાગ ખાતે ગણેશ મહોત્સવ ચાલી રહ્યો છે અને ગણપતિ દાદાના સાનિધ્યમાં ક્રિકેટના બેટ બોલ અને સ્ટમ્પને ગણપતિદાદા સમક્ષ ધરી ભૂદેવોએ પૂજા કરી ભારતના વિજયની કામના કરી છે.

રાજકોટમાં ક્રિકેટ પ્રેમી ઇચ્છી રહ્યા છે કે આ વખતે પણ પાકિસ્તાનને રગદોળીને ભારત એશિયા કપમાં પોતાનો હાથ ઉપર રાખે આજે સુપર સન્ડે છે અને રાજકોટમાં ક્રિકેટ ફિવર છવાયેલો જોવા મળ્યો છે. તિરંગા ઝંડા સાથે ગણપતિ પંડાલની અંદર ભક્તો ઉમટ્યા હતા અને ભારતના વિજયની કામના કરી હતી. સાંજે 7.30 વાગ્યે ક્રિકેટ મેચ શરૂ થશે. મહા મુકાબલાને લઈને અલગ અલગ હોટેલ રેસ્ટોરન્ટ અને ફાર્મ હાઉસ ખાતે સમૂહમાં મેચ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું

એશિયા કપ (Asia Cup 2022)માં ભારત અને પાકિસ્તાન (India vs Pakistan) બીજી વખત ટકરાશે. ભારત માટે પ્રથમ મેચ જીતવી સરળ ન હતી. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને ભારતને જીતવા માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતીય બોલરો ખાસ કરીને ભુવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ પછી ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ 35 રન બનાવ્યા હતા, જ્યારે હાર્દિક પંડ્યા અને રવિન્દ્ર જાડેજાએ મહત્વની ઈનિંગ્સ રમી હતી. પાકિસ્તાન માટે યુવા બોલર નસીમ શાહે સારી રમત બતાવી હતી.

g clip-path="url(#clip0_868_265)">