સુરતના સણીયા હેમાદમાં ખાડી ઓવરફ્લો, ઘરોમાં પાણી ઘૂસતા લોકોને પારાવાર મુશ્કેલી, જૂઓ Video
સુરતમાં (Surat) દર વર્ષે ચોમાસામાં ખાડી ઉભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. સામાન્ય રીતે આ સમસ્યા ચોમાસું જામ્યા બાદ અથવા તો અતિભારે વરસાદ વરસ્યા બાદ સર્જાતી હોય છે. જો કે આ વર્ષે ચોમાસાના આગમનમાં જ પડેલા વરસાદમાં ખાડીના પાણી બહાર આવ્યા છે.
Surat : ચોમાસાના (Monsoon 2023) આગમન બાદ સુરતમાં રોજ વરસાદ (Rain) વરસી રહ્યો છે. વરસાદના કારણે સુરતમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ રહ્યા છે. ખાડીઓના પુરાણ થઈ જવાના કારણે ઓવરફ્લો થઈ રહી છે. સણીયા હેમાદ અને કુંભારીયામાં ઘરમાં પાણી ઘુસી જતાં લોકો પારાવાર પરેશાન થઈ રહ્યાં છે. સાથે જ તંત્રને દોષ દઈ રહ્યાં છે. ઘણા પરિવારોએ પોતાના ઘરના ઘર હોવા છતાં પાણી ઘુસી જતાં બહાર રાતવાસો કરવાની ફરજ પડી છે. તો ઘરવખરી પણ પાણીમાં પલળી ગયા છે.
આ પણ વાંચો- સુરતમાં ભારે વરસાદે ચિંતા વધારી, ખાડીઓના જળસ્તર વધ્યા, 3 દિવસમાં 22 ઝાડ ધરાશાયી
ખાડી પૂરથી પરેશાની
સુરતમાં દર વર્ષે ચોમાસામાં ખાડી ઉભરાવાની સમસ્યા સર્જાતી હોય છે. સામાન્ય રીતે આ સમસ્યા ચોમાસું જામ્યા બાદ અથવા તો અતિભારે વરસાદ વરસ્યા બાદ સર્જાતી હોય છે. જો કે આ વર્ષે ચોમાસાના આગમનમાં જ પડેલા વરસાદમાં ખાડીના પાણી બહાર આવ્યા છે. સાંકડી થઈ ગયેલી ખાડીઓના કારણે વરસાદમાં ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર ખાડીના પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો છે. તો બીજી તરફઉ કુંભારીયામાં લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
કોઈ પૂછવા આવ્યું નથી
દર વર્ષની આ સમસ્યાને લઇને અહીંના સ્થાનિકોએ જણાવ્યું કે, અમારા ઘરમાં પાણી ઘુસી ગયાં છે. અમે રાતવાસો બહાર કરવા મજબૂર બન્યા છીએ. આ સ્થિતિ ક્યાં સુધી રહેશે એ ખબર નથી. તેમ છતાં અમારી વૈક્લ્પિક વ્યવસ્થા કરવામાં આવી નથી. અમારી સાર સંભાળ લેવા પણ કોઈ આવ્યું નથી.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
