<strong><a href="https://tv9gujarati.com/videos/short-videos/torrential-rain-on-junagadh-girnar-mountain-see-video">જૂનાગઢ</a></strong>ના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસ્યો છે. ગિરનાર પર્વત ઉપર ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદ પડતાં ગિરનારના પગથિયાં પરથી પાણી વહેતા થયા છે. જેનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. જો કે વરસાદના કારણે ગિરનાર પર્વત પર આવેલા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.