નવસારી લોકસભા સીટના ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આજે લોકસભા ચૂંટણીમાટે ઉમેદવારી ફોર્મ ભરવા જવાના હતા. સી.આર પાટીલે આજે ફોર્મ ભરવા જતા પહેલા શક્તિ પ્રદર્શન કરી રોડ શો યોજ્યો હતો. જો કે તેઓ વિજય મુહૂર્ત ચુકી જતા આજે ફોર્મ ભરી શક્યા નથી.
નવસારીમાં યોજાયેલા રોડ શોમાં કાર્યકરો સહિત હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જો કે શક્તિ પ્રદર્શન દરમિયાન વિજય મુહૂર્ત નિકળી જતા પાટીલ આજે ફોર્મ ન ભર્યું. મળતી માહિતી મુજબ 12.39 નું વિજય મુહૂર્ત હતુ જે ન સચવાતા રેલી યોજી પાટીલ પરત ફર્યા હતા. હવે આવતીકાલે તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે.
નવસારી બેઠકમાં સુરતની 4 અને નવસારીની 3 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, ત્યારે પાટીલની ઉમેદવારી રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા હતા અને ભવ્ય રોડ શો યોજ્યો હતો. આ દરમિયાન વિજય મુહૂર્ત નિકળી જતા સીઆર પાટીલ ફોર્મ ભર્યા વગર પરત ફર્યા હતા.
તમને જણાવી દઈએ કે આખા દેશમાં સૌથી વધુ લીડ સાથે જો કોઈ બેઠક કોઈ ઉમેદવારે જીતી હોય તો તે નવસારીની સીટ છે. અહીંથી પાટીલની લીડ 7 લાખથી પણ વધુની હતી અને એટલે આ વખતે પણ પાટીલની જીત આસાન હશે તેવું અનેક વિશ્લેષકોનું માનવું છે. ત્યારે આજે ફોર્મના ભરી શકતા પાટીલ આવતી કાલે પોતાની ઉમેદવારી નોંધાવશે. જોકે આવતી કાલે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે ત્યારે ફોર્મ ભરવાને લઈને રાજ્યના ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા છે.
Published On - 1:47 pm, Thu, 18 April 24