સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો, જુઓ વીડિયો

સુરતમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો, જુઓ વીડિયો

| Edited By: | Updated on: Apr 29, 2024 | 10:00 AM

સુરત બેઠક ભલે ભાજપ માટે બિનહરીફ થઈ પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દમદાર ચૂંટણી પ્રચાર ચાલુ છે.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતના વેસુ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. મતદારોના ઘર સુધી પહોંચીને સંવાદ કર્યો હતો.

સુરત બેઠક ભલે ભાજપ માટે બિનહરીફ થઈ પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભાજપનો દમદાર ચૂંટણી પ્રચાર ચાલુ છે.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરતના વેસુ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કર્યો હતો. મતદારોના ઘર સુધી પહોંચીને સંવાદ કર્યો હતો. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે મતદારોને મળીને ભાજપના સમર્થનમાં મતદાન કરવા અપીલ કરી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે અગ્રણીઓ મતદારોના ઘર સુધી પહોંચ્યા હતા. પાટીલે વેસુ વિસ્તારના લોકોને ડોર ટૂ ડોર પ્રચાર દરમિયાન ભાજપ તરફે મતદાન માટે અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે સુરતમાં કોંગી ઉમેદવારનું ફોર્મ રદ્દ થયા બાદ ભાજપને બિનહરીફ બેઠક મળી છે.

આ પણ વાંચો : રાજા મહારાજાઓ પરના રાહુલના નિવેદન મુદ્દે શક્તિસિંહનો પલટવાર, વડાપ્રધાનને લઈને આપ્યુ આ નિવેદન- Video