Big Breaking : ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત ! ખુદ કહી આ વાત, જુઓ Video

| Edited By: | Updated on: Nov 23, 2024 | 8:38 PM

CR પાટીલે ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ છોડવા અંગે મોટા સંકેત આપ્યા છે. આ દરમ્યાન સી આર પાટીલે કહ્યું મારી વિદાય વસમી નહીં પણ ખુશી ભરી છે.

છેલ્લા કેટલાય સમયથી ભાજપ પ્રદેશ પ્રમુખના પદને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી હતી. CR પાટીલને જળશક્તિ મંત્રાલય મળ્યા બાદ તેમના સ્થાને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પદને લઈ કોણે જવાબદારી મળશે તેને લઈને ચર્ચા જાગી હતી.

સી આર પાટીલે પોતાના પ્રમુખ પદના લઈ કેટલીક મહત્વની વાત કરી. તેમણે કહ્યું કે મારી વિદાય વસમી નહીં પણ ખુશી ભરી આપી છે. “મેં બે વાર કહ્યું કે મને મુક્ત કરો અને બીજા કોઈને જવાબદારી સોપો”. “મને સંકેત મળ્યો કે બે દિવસ માં સંગઠન બાબતે જેને તક મળશે તેના માટે એડવાન્સ અભિનંદન આપું છું ”

સાંસદ સી.આર પાટીલ મોદી 3.0 કેબિનેટમાં પણ જળશક્તિ મંત્રાલયની જવાબદારી સાંભળી રહ્યા છે. કેન્દ્રમાં મોદી 3.0 સરકાર બન્યા બાદ છેલ્લા કેટલાક સમયથી કયાસ લગાવવામાં આવી રહ્યો હતો કે ગુજરાત પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળશે. આ વચ્ચે હવે સાંસદ સી.આર પાટીલનું નિવેદન આવતા નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ચર્ચાઓ થવા લાગી છે.

Published on: Nov 23, 2024 08:05 PM