મોરબીઃ યુવકને માર મારવાનો કેસ, આરોપીઓની આગોતરા જામીન અરજી સ્પેશિયલ કોર્ટે ફગાવી
બાકી પગાર માગવા મુદ્દે રાણીબા કંપનીના સંચાલકો પર દલિત યુવકે માર મારવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં મોઢામાં પગરખા લેવા મજબૂર કર્યો હોવાનો પણ દલિત યુવકે આરોપ લગાવ્યો હતો. ત્યારે કોર્ટે જામીન અરજી ફગાવતા આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
બાકી પગાર મુદ્દે દલિત યુવકને માર મારવાના મોરબીના ચકચારી કેસના આરોપીઓએ ધરપકડથી બચવા ઉધામા શરૂ કર્યા છે. ધરપકડથી બચવા આરોપીઓએ કરેલી જામીન અરજી સ્પેશિયલ એટ્રોસિટી કોર્ટે ફગાવી દીધી છે. સ્પેશિયલ કોર્ટે રાણીબા કંપનીના સંચાલિકા વિભૂતી પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ સહિત પાંચેય આરોપીઓની જામીન અરજી રદ કરી દીધી છે.
આ પણ વાંચો મોરબી: પગાર મુદ્દે માર મારવાનો કેસ, 5 આરોપીએ આગોતરા જામીનની કરી અરજી
ઉલ્લેખનીય છે કે, બાકી પગાર માગવા મુદ્દે રાણીબા કંપનીના સંચાલકો પર દલિત યુવકે માર મારવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં મોઢામાં પગરખા લેવા મજબૂર કર્યો હોવાનો પણ દલિત યુવકે આરોપ લગાવ્યો હતો. ત્યારે કોર્ટે જામીન અરજી ફગાવતા આરોપીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Nov 25, 2023 10:18 PM
Latest Videos