Valsad : કોસ્મેટિક બનાવવાની આડમાં નશાનો વેપલો ! DRIએ માદક દ્રવ્ય જપ્ત કરી પુછપરછ હાથ ધરી, જુઓ Video
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અનેક વખત નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે વલસાડમાં કોસ્મેટિક બનાવવાની આડમાં નશાનો વેપલો થતો હોવાનો પર્દાફાશ થયો છે.
ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અનેક વખત નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાતો હોય છે. ત્યારે વલસાડમાં કોસ્મેટિક બનાવવાની આડમાં નશાનો વેપલો થતો હોવાનો પર્દાફાશ થયો છે. ધોબીકુવા ગામે DRIની તપાસમાં રેકેટનો પર્દાફાશ થયો છે. નેઈલ પોલીશની ફેકટરીમાં માદક દ્રવ્ય બનાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. DRIએ મોટા પ્રમાણમાં માદક દ્રવ્યનો જથ્થો જપ્ત કર્યો છે. DRIએ 2 મુખ્ય આરોપી અને 2 કર્મીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે વલસાડ ખાતે ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વલસાડ તાલુકાના ધોબીકુવા ગામ ખાતે DRIની તપાસ હાથ ધરવામાં આવી છે. નેલપોલીસનું મટીરીયલ બનાવવા માટે રાખવામાં આવેલી ફેકટરીમાં નશીલા માદક દ્રવ્ય બનાવવાની બાતમી મળતા તાત્કાલિક ધોરણે DRI દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મોડી રાત સુધી ચાલેલી DRIની તપાસમાં મોટા પ્રમાણમાં નશીલા માદક દ્રવ્ય જપ્ત કર્યા છે. આ સાથે જ મુખ્ય આરોપી સહિત કર્મચારીની પણ પુછપરછ હાથ ધરવામાં આવી છે.
