Vadodara : યુનાઇટેડ વે ગરબામાં યુગલે જાહેરમાં જ ચુંબન કરી અશ્લીલ રીલ બનાવતા સર્જાયો વિવાદ, જુઓ Video
વડોદરાના વિખ્યાત યુનાઇટેડ વે ગરબા ફરી વિવાદમાં આવ્યા છે. ગરબા ગ્રાઉન્ડમાં જ કપલે કરેલી અશ્લીલ હરકત સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કેવી રીતે તમામ માન-મર્યાદા નેવે મુકે છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે.
વડોદરાના વિખ્યાત યુનાઇટેડ વે ગરબા ફરી વિવાદમાં આવ્યા છે. ગરબા ગ્રાઉન્ડમાં જ કપલે કરેલી અશ્લીલ હરકત સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો કેવી રીતે તમામ માન-મર્યાદા નેવે મુકે છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો છે. સંસ્કારી નગરી વડોદરામાં આયોજીત યુનાઈટેડ વેના ગરબામાં એક યુગલે જાહેરમાં જ ચુંબન કરી તેની અશ્લીલ રીલ બનાવી. આ કપલે લાજ શરમ નેવે મુકીને જાહેરમાં જ ગરબા કરતા કરતા ચુંબન કર્યું હતું.
જ્યાં માતાજીની ભક્તિ થાય છે તે ગ્રાઉન્ડમાં જ યુગલે નવરાત્રીની પવિત્રતા ન જાળવી. આટલું ઓછું હોય તેમ આ કપલે તેમનો ચુંબન કરતો વીડિયો સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો. રિલ્સબાજ કપલને એટલું પણ ભાન નથી કે તેઓ માતાની આરાધના કરવા ગરબામાં જાય છે કે આવી અશ્લીલતા ફેલાવવા જાય છે ? યુગલની અશ્લીલ હરકતનો વીડિયો સામે આવ્યા બાદ ખેલૈયાઓ સહિતના લોકોમાં ભારે આક્રોશ છવાયો છે. લોકો ગરબા આયોજકો સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી રહ્યા છે.
