ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી, અનેક જિલ્લામા ઓરેન્જ એલર્ટ જાહેર, વર્તમાન ચોમાસામાં 102 ટકા વરસ્યો મેહુલિયો

ગુજરાતમાં અનરાધાર વરસાદની આગાહી, અનેક જિલ્લામા ઓરેન્જ એલર્ટ જાહેર, વર્તમાન ચોમાસામાં 102 ટકા વરસ્યો મેહુલિયો

| Edited By: | Updated on: Sep 07, 2025 | 8:43 AM

ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં 102.89 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાય બાકીના ઝોનમાં 100 ટકાથી વઘુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં 99.17 ટકા, ઉત્તર ગુજરાતમાં 106.50 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 107.34 ટકા, સૌરાષ્ટ્રમાં 91.29 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 102.89 ટકા વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં સર્જાયેલ વરસાદી સિસ્ટમને કારણે આજે રવિવારને સાત સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આજે 7 સપ્ટેમ્બરના રોજ ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 2025ની વર્તમાન ચોમાસુ ઋતુમાં આજે સવારના 6 વાગ્યા સુધીમાં 102 ટકા વરસાદ વરસ્યો છે. અને હજુ પણ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ યથાવત રહ્યો છે જે હજુ પણ ટકાવારી વધારશે. ગઈકાલ શનિવારના સવારના 6 વાગ્યાથી આજે રવિવારને 7 સપ્ટેમ્બરના સવારના 6 વાગ્યા સુધીના વિતેલા છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સચરાચર વરસાદ વરસ્યો છે. ગુજરાતના 250માંથી 243 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વઘુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં સાડા દશ ઈંચ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં વર્તમાન ચોમાસામાં 102.89 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્ર સિવાય બાકીના ઝોનમાં 100 ટકાથી વઘુ વરસાદ નોંધાયો છે. કચ્છમાં 99.17 ટકા, ઉત્તર ગુજરાતમાં 106.50 ટકા, મધ્ય પૂર્વ ગુજરાતમાં 107.34 ટકા, સૌરાષ્ટ્રમાં 91.29 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 102.89 ટકા વરસાદ વરસ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો