વડોદરા પોલીસ કોન્સ્ટેબલ મણિ ચૌધરીનું ફરી એકવાર અપહરણ, જુઓ વીડિયો

વડોદરા પોલીસ કોન્સ્ટેબલ મણીબેન ચોધરીનું અપહરણ થઈ હોવાની ઘટના બની છે. ડભોઇના અભીપુરા ગામે થી અપહરણ થયું હતું. 5 થી 6 વાહનોમાં આવેલ 20 થી 25 શખ્સો વહેલી સવારે આવી હુમલો કરી કોન્સ્ટેબલ મણીબેન ચોધરીનું અપહરણ કરી ગયા હતા. સદ્દામ નામના યુવક સાથે પ્રેમ પ્રકરણમાં અગાઉ પણ પરિવારજનોએ અપહરણ કરી રાજસ્થાન લઈ ગયા હતા અને પછી મુક્ત કરી દીધી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 18, 2023 | 10:20 PM

વડોદરાના ડભોઈમાં પ્રેમી સદ્દામ સાથે રહેતી કોન્સ્ટેબલ મણિ ચૌધરીનું ફરીથી અપહરણ થયું છે. સદ્દામના ઘરેથી જ મણિનું અપહરણ થયું છે. આ અંગે સદ્દામે પોલીસને જાણ કરતાં પોલીસે મણિ અને અપહરણકારોની શોધખોળ હાથ ધરી છે. અગાઉ મણિ વડોદરા ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતી હતી.

આ પણ વાંચો : વડોદરામાં બાળકોને સ્કૂલે લઈ જતી સ્કૂલ વાનને નડ્યો અકસ્માત, બાળકીનો આબાદ બચાવ, જુઓ વીડિયો

જોકે પ્રેમ પ્રકરણ અને અપહરણની ઘટના બાદ તેની બદલી રાજકોટ કરી દેવાઈ હતી અને રાજકોટથી બનાસકાંઠામાં એટેચમાં મૂકવામાં આવી હતી. મણિની બદલી અન્ય જિલ્લામાં થયા બાદ પણ તે ડભોઈમાં પ્રેમી સદ્દામ સાથે રહેતી હતી. આ દરમિયાન 5થી 6 વાહનોમાં આવેલા 20થી 25 શખ્સો મણિને ઉઠાવીને લઈ ગયા છે.

વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">