ગૌણ સેવા પસંદગી મંડળે થર્ડ પાર્ટીને સોંપી પરીક્ષાની જવાબદારી, કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
ગૌણ સેવા પસંદગી મંડળે આગામી પરીક્ષાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં તમામ પરિક્ષાની કામગીરી થર્ડ પાર્ટીને સોંપાઈ છે. આ નિર્ણય પર કોંગ્રેસે વાંધો ઉઠાવ્યો છે. કોંગ્રેસે આ નિર્ણયને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો છે. કહ્યું સરકાર પારદર્શક પરીક્ષા લેવામાં નિષ્ફળ છે. આ સાથે વિરોધ નોંધાવ્યો છે.
સ્પર્ધાત્મક પરીક્ષા માટે ગૌણ સેવા પસંદગી મંડળે કરેલા નિર્ણયને કોંગ્રેસ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો. કોંગ્રેસ પ્રવક્તા હિરેન બેંકરે મંડળના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી અને સરકાર પારદર્શક પરીક્ષા લેવામાં નિષ્ફળ રહી હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ સવાલ કર્યો કે જો હવે પરીક્ષાનું પેપર ફૂટશે તો કોની જવાબદારી?
આ પણ વાંચો : ગિરનાર પરિક્રમા દરમિયાન પદયાત્રીઓએ ઠલવ્યો 1.20 લાખ ટન કચરો, સફાઈ અભિયાન હાથ ધરાયું
બીજી તરફ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સરકારના નિર્ણયને આવકાર્યો. સાથે જ ઓનલાઈન પરીક્ષામાં થતી ગેરરીતિને લઈને સવાલો પણ ઉઠાવ્યા. તેમણે જણાવ્યું ભૂતકાળમાં ઊર્જા વિભાગની ઓનલાઈન પરીક્ષામાં પણ ઘણા કૌભાંડો થયા છે. આથી સરકાર તેમાંથી પણ બોધપાઠ લે.
Latest Videos
Latest News