ગુજરાતમાં રાજનીતિનો ખેલ શરુ ! વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સામે ચૂંટણી પંચમાં નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર ઘટના, જુઓ વીડિયો

|

Apr 12, 2024 | 4:05 PM

આદર્શ આચારસંહિતા અને સંસદીય પ્રણાલીના ભંગ બદલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. જાણો કેમ શંકર ચૌધરી સામે ફરિયાદ નોંધાવી છે. તેમજ કોણે આ ફરિયાદ નોંધાવી છે

આદર્શ આચારસંહિતા અને સંસદીય પ્રણાલીના ભંગ બદલ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સામે કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ શંકર ચૌધરી સામે ફરિયાદ કરી છે. મનિષ દોશીનો દાવો છે કે બનાસકાંઠના ભાજપના ઉમેદવાર રેખા ચૌધરી માટે શંકર ચૌધરી વાવ અને થરાદમાં પ્રચાર કરી રહ્યા છે. માત્ર ફરિયાદ નહીં કોંગ્રેસે ચૂંટણી પંચને પુરાવાના ભાગરૂપે કેટલાક વીડિયો પણ આપ્યા છે. દાવો છે કે આ વીડિયોમાં શંકર ચૌધરી ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે.

કોંગ્રેસે માગ કરી છે કે શંકર ચૌધરી વિરૂદ્ધ ચૂંટણી પંચ કાર્યવાહી કરે. બીજી તરફ ભાજપે કોંગ્રેસના આરોપો ફગાવીને ખોટી રાજનીતિનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સંસદીય પ્રણાલીઓ મુજબ વિધાનસભાના અધ્યક્ષ કોઇ પક્ષના ના હોઈ શકે. શંકર ચૌધરીએ પણ અધ્યક્ષ બન્યા બાદ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. હવે જોવાનું એ રહે છે કે કોંગ્રેસની ફરિયાદમાં ચૂંટણી પંચ શું કાર્યવાહી કરે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video