Ahmedabad : રબારી વસાહતમાં ડિમોલિશન બાદ રાજનીતિ તેજ, શક્તિસિંહ ગોહિલે લીધી સ્થળની મુલાકાત, જુઓ Video

author
| Edited By: | Updated on: Jan 29, 2025 | 2:22 PM

અમદાવાદના ઓઢવના રબારી વસાહતમાં ડિમોલિશન બાદ રાજનીતિ તેજ થઈ છે. પહેલા AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી. હવે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ રબારી વસાહતની મુલાકાતે ગયા છે.

અમદાવાદના ઓઢવના રબારી વસાહતમાં ડિમોલિશન બાદ રાજનીતિ તેજ થઈ છે. પહેલા AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મુલાકાત લીધી. હવે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ રબારી વસાહતની મુલાકાતે ગયા છે. શક્તિસિંહ ગોહિલ ડિમોલિશનમાં ઘર વિહોણા થયેલા લોકોને મળ્યા. આ જે દબાણો હટાવાયા તેમાં યુથ કોંગ્રેસના પ્રવક્તાનું ઘર પણ હટાવાયું છે.

યુથ કોંગ્રેસ પ્રવક્તાએ રાજકીય કિન્નાખોરીના આક્ષેપ કર્યા હતા. ત્યારે શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, રબારી વસાહતમાં અમાનવીય રીતે સરકારે તોડફોડ કરી છે. ત્રણેય તરફ રસ્તા હોવા છતાં નવા રસ્તાની શું જરૂર હતી? તેવો સવાલ પણ કર્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે આ વિસ્તારમાં રહેતો યુવક લોકો માટે લડતો હોવાથી એનું મકાન તોડવામાં આવ્યું છે.

શક્તિસિંહના આરોપ છે કે દલિત, બક્ષીપંચ અને માલધારી સમાજના ઘર તોડવામાં આવ્યા છે. અને વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઈ નહીં. નોટિસનો પણ સમય અપાયો નથી. જે યોગ્ય નથી. મહત્વનું છે કે, અમદાવાદ મહાનગરપાલિકાએ 400થી વધુ મકાનો પર બુલડોઝર ફેરવ્યું હતું.