Rajkot Fire Incident : અગ્નિકાંડની ઘટનાને એક મહિનો પૂર્ણ થતા કોંગ્રેસનું રાજકોટ બંધનું એલાન, શાળાઓ અને દુકાનો કરાવી બંધ, જુઓ Video

|

Jun 25, 2024 | 1:56 PM

રાજકોટ અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્ય તિથિએ કોંગ્રેસે બંધનું એલાન આપ્યુ છે. કોંગ્રેસ નેતાએ જણાવ્યુ છે કે પીડિત પરિવારોને ન્યાય માટે રાજકોટવાસીઓએ બંધ પાળ્યું છે.

રાજકોટ અગ્નિકાંડની આજે પ્રથમ માસિક પૂણ્ય તિથિ છે. આ દુર્ઘટનાના પીડિત પરિવારોને ન્યાય મળે તે હેતુથી કોંગ્રેસે આજે બંધનું એલાન આપ્યુ છે. રાજકોટ TRP ગેમ ઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ માટે પણ કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધની જાહેરાત કરવામાં આવી છે. પિડીત પરિવાર પણ આ બંધમાં જોડાયા છે.

કોંગ્રેસ આપ્યું બંધનું એલાન

25 મે 2024ની તારીખને રાજકોટના લોકો તો ક્યારેય ભુલી નહીં શકે. TRP ગેમઝોનની આગમાં જે હોમાઈ ગયા. તેમના પરિવારજનો પણ ક્યારેય નહીં ભુલે.  અગ્નિકાંડને એક મહિનો થયો, ત્યારે હવે રાજનીતિ આ મુદ્દે હવા પકડી રહી છે. રાહુલ ગાંધીએ શનિવારે અગ્નિકાંડના પીડિતો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી અને મુદ્દો સંસદમાં ઉઠાવવાનું પણ આશ્વાસન આપ્યું હતું.  હવે કોંગ્રેસ આ મુદ્દે કેન્દ્ર સુધી લડી લેવાના મૂડમાં છે.  જેની શરૂઆત રાજકોટમાં વેપાર-ધંધા બંધ પાળીને કરાઈ રહી છે.

પીડિતોના પરિવારને ન્યાય માટે કોંગ્રેસે કરી બંધની જાહેરાત

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું છે કે, આ રાજનીતિનો નહીં માવતાનો સાથ આપવાનો સમય છે. જો કે, સાથે એવી અપીલ પણ કરી કે, જે વેપારી અડધો દિવસ બંધ ન રાખે, તેનો વીડિયો બનાવજો.બંધ ન પાળનારા પાસેથી ખરીદી કરવાનું ટાળજો.

આ સાથે જ શક્તિસિંહ ગોહિલે જણાવ્યુ કે અત્યાર સુધી માત્ર માત્ર નાની માછલીઓને ન પકડી છે. જવાબદાર સામે કાર્યવાહી કરો. આ પ્રકારના એકમોના ઉદ્ધાટનમાં “મેયર, ડીસીપી, કલેક્ટર, મ્યુનિ. કમિશનર ત્યાં ગયા હતા તેમની સામે કાર્યવાહી કેમ નહીં ? તેમજ કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહીલે કહ્યું કે વળતરના નામે મજાક કરવાનું સરકાર બંધ કરે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:52 pm, Tue, 25 June 24

Next Video