કોંગ્રેસ ખોટા આક્ષેપો કરીને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ આડે રોડા નાખે છેઃ સરકાર
ઋષિકેશ પટેલે, કોંગ્રેસ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, ગુજરાતની ઔદ્યોગિક વિકાસ નિગમ માટેના નીતિ નિયમો 1962થી અમલ છે, આ કોંગ્રેસ સરકારે બનાવેલ નીતિ નિયમો છે, તો કેમ તેમના શાસનકાળ દરમિયાન જીઆઈડીસીના એક પણ પ્લોટની જાહેર હરાજીથી ફાળવવામાં આવ્યા નહીં.
ગુજરાતમાં આવેલ જીઆઈડીસીના ટૂંકા નામે ઓળખાતા, ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમમાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાના કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહીલે શનિવારે કરેલા ગંભીર આક્ષેપનો, આજે સોમવારે ગુજરાત સરકારના પ્રવકત્તા મંત્રી ઋષિકેશ પટેલે ખુલાસો કર્યો છે. ઋષિકેશ પટેલે શક્તિસિંહના આક્ષેપને પાયાવિહોણા અને ગુજરાતના ઔદ્યોગિક વિકાસ આડે રોડા નાખનારો ગણાવ્યો હતો.
ઋષિકેશ પટેલે, કોંગ્રેસ સામે સવાલ ઉઠાવતા કહ્યું કે, ગુજરાતની ઔદ્યોગિક વિકાસ નિગમ માટેના નીતિ નિયમો 1962થી અમલ છે, આ કોંગ્રેસ સરકારે બનાવેલ નીતિ નિયમો છે, તો કેમ તેમના શાસનકાળ દરમિયાન જીઆઈડીસીના એક પણ પ્લોટની જાહેર હરાજીથી ફાળવવામાં આવ્યા નહીં. કોંગ્રેસે જીઆઈડીસીના પ્લોટ તેમના મળતિયા, લાગતા વળગતા લોકોને આપી દીધા છે.
ગુજરાતમાં તાજેતરની ચૂંટણીમાં ભાજપનો વોટશેર વધ્યો છે. તેનાથી રઘવાઈ થયેલ કોંગ્રેસ ગમે તેવા આક્ષેપો કરીને લોકોને ભરમાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુજરાતમાં સત્તાથી વિમૂખ રહેલ કોંગ્રેસ, હવે ગુજરાતની પ્રજાને ભાજપથી વિમૂખ કરવા માટે ખોટા આક્ષેપો કરી રહી છે, તેમ પ્રવકત્તા મંત્રીએ કહ્યું હતું.