Gandhinagar: “ઢબુડી મા” સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ, પરિવાર સહિત ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરાર

અગાઉ 3 વર્ષ પહેલા પણ પેથાપુરમાં જ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ વિરુદ્ધ એક ગુનો નોંધાઇ ચુક્યો છે. ચાંદખેડા પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધી ધનજી ઓડની ધરપકડ કરવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 6:50 AM

ગાંધીનગર (Gandhinagar)ના પેથાપુરમાં જમીન પચાવવાના કેસમાં ફસાયેલા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી મા (Dhabudi Maa) ફરાર છે. ગાંધીનગરમાં રહેતા મિલન પટેલની જમીન ધનજી ઓડે પચાવી પાડી હતી. તેમજ જમીન પર ગેરકાયદે એક ઓરડી (Land Grabbing)અને એક મંદિર બનાવી દેવામાં આવ્યું છે. જે મામલે ફરિયાદ દાખલ થતા ધનજી ઓડ, તેની પત્ની, પુત્ર વિપુલ ઓડ અને સુરેશ પટેલ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે.

ધનજી ઓડ ઉર્ફે ઢબુડી મા સામે પેથાપુર પોલીસ મથકમાં લેન્ડગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. ધનજી ઓઢ,પત્ની, પુત્ર સહિત ચાર લોકોએ જમીન પચાવી પાડી હોવાનો આ ફરીયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વર્ષ 2018માં આ ગેરકાયદે પચાવી પાડેલી જમીનની બાજુમાં ધનજી ઓડે બે વીઘા જેટલી જમીન ખરીદી હતી. જે પછી બાજુની જમીન પણ પચાવી પાડવાનો જમીનના મૂળ માલિક મિલન પટેલે આક્ષેપ કર્યો છે. આ અંગે ગાંધીનગર કલેક્ટરે રચેલી SITદ્વારા તપાસ કરતા ગેરકાયદે કબ્જો કર્યો હોવાના પુરાવા મળી આવ્યા છે. જમીનના દસ્તાવેજની તપાસ થતા તેમાં મિલન પટેલનું જ નામ હોવાનું સામે આવ્યું છે.

અગાઉ 3 વર્ષ પહેલા પણ પેથાપુરમાં જ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ વિરુદ્ધ એક ગુનો નોંધાઇ ચુક્યો છે. ચાંદખેડા પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધી ધનજી ઓડની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત વિવાદોમાં ફસાતા ધનજી ઓડ ફરાર છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો-

Gujarat : 8 મહાનગરો સહિત 27 શહેરોમાં 11 ફેબ્રુઆરી સુધી રાત્રિ કર્ફ્યૂનો અમલ રાત્રે 10થી સવારે 6 સુધી રહેશે, ખુલ્લામાં યોજાતા લગ્નપ્રસંગોમાં 300 મહેમાનોને મંજૂરી

આ પણ વાંચો-

Sabarkantha: તલોદ નગર પાલિકાના સભ્યોએ અચાનક રાજકીય માહોલ ગરમ કરી દીધો, રાજીનામા ધરી ધારાસભ્ય અને પ્રમુખને ભીંસમાં લીધા

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">