અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, 52 લાખ બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહ્યા

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ, 52 લાખ બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2022 | 6:46 AM

કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યો છે કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં લાંબા સમયથી મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ચાલે છે. સમયસર તુવેરદાળ ગરીબોમાં વિત્તરણ ન કરીને 180 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે.

અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં (Department of Food and Civil Supplies)  લાંબા સમયથી મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો આક્ષેપ કોંગ્રેસ (Congress) લગાવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીશ દોશી (Manish Doshi)એ આરોપ લગાવ્યો છે કે છેલ્લા ચાર મહિનાથી બીપીએલ કાર્ડ ધારકોને તુવેરદાળનું વિતરણ નથી કરાયુ. સાથે જ 52 લાખ કરતા વધુ બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહેવાનો આક્ષેપ પણ કર્યો છે.

કોંગ્રેસે સરકાર પર આરોપ લગાવ્યો છે કે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં લાંબા સમયથી મોટા પાયે ભ્રષ્ટાચાર અને ગેરરીતિ ચાલે છે. સમયસર તુવેરદાળ ગરીબોમાં વિત્તરણ ન કરીને 180 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે. તેમણે જણાવ્યુ કે ચાર મહિનાથી જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ, ગરીબ, સામાન્ય, મધ્યમવર્ગના 70 લાખ 81 હજાર 174 કાર્ડ ધારકો તુવેરદાળથી વંચિત છે. તેમજ ગુજરાતમાં 46 ટકા બાળકો અને 55 ટકા મહિલાઓ કુપોષણનો ભોગ બન્યા છે.

મનીશ દોશીએ જણાવ્યુ કે રાજ્યમાં ઓફલાઈન શાળા શરૂ થઈ ગઈ છે છતાં મધ્યાહન ભોજન શરૂ થયું નથી. ગેરરીતિને પગલે 52 લાખ કરતા વધુ બાળકો મધ્યાહન ભોજનથી વંચિત રહ્યાં છે. તુવેરદાળના અનેક ઉત્પાદકો હોવા છતાં કોટા તુવેર દાળ મિલોથી ઉંચા ભાવે ખરીદી કરવામાં આવે છે. બજારમાં 60થી 62 રૂપિયામાં મળતી તુવેરદાળ 95 રૂપિયાના ઉંચા ભાવે ખરીદવામાં આવે છે. તુવેરદાળનું ઉત્પાદન ન કરતી કંપનીઓ પાસેથી સપ્લાય લેવામાં આવે છે. કોંગ્રેસે પુરવઠા પ્રધાન પર આક્ષેપ કર્યો છે કે તેઓ તેમના મળતીયા કોન્ટ્રાક્ટરને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.

બીજી તરફ કોંગ્રેસના આક્ષેપ સામે અન્ન અને નાગરિક પુરવઠા પ્રધાન નરેશ પટેલે વળતો જવાબ આપ્યો છે. તેમજ સમયસર મધ્યાહન ભોજન શરૂ કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો-

Ahmedabad : PM મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં છારોડીના સ્વામી નારાયણ ગુરૂકૂળ ખાતે ધર્મજીવન ગાથા ગ્રંથનું વિમોચન

આ પણ વાંચો-

Kutch: વળતર ન મળતા આપઘાતની ચીમકી સાથે ખેડૂત વિજટાવર પર ચડી ગયો સમજાવટ પછી ઉતર્યો

g clip-path="url(#clip0_868_265)">