કનુ દેસાઈના કોળી સમાજ વિશેના નિવેદન બાદ કોંગ્રેસ આક્રમક, કહ્યુ કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- Video

|

May 03, 2024 | 8:56 PM

કનુ દેસાઈએ કોળી સમાજ વિશે કરેલા નિવેદન બાદ ભાજપના નેતાઓ બેફામ વાણી વિલાસ કરતા હોવાનો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ આરોપ લગાવ્યો છે. શક્તિસિંહે જણાવ્યુ છે કે કનુ દેસાઈએ કોળી જ્ઞાતિનું અપમાન કર્યુ છે. ભાજપના નેતાઓના બફાટ પર ભાજપના નેતાઓ મૌન બની ખેલ જોતા રહે છે.

વલસાડમાં કનુ દેસાઇના કોળી પટેલ પરના વિવાદિત નિવેદન બાદ રાજનીતિ ગરમાઈ છે અને કનુભાઇ દેસાઇ જો માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે. કોળી સમાજ વિશે કનુ દેસાઇએ કરેલી વિવાદિત ટિપ્પણી બાદ કોંગ્રેસ આકરાપાણીએ જોવા મળી રહી છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલે કનુ દેસાઇ પર પ્રહાર કર્યો. શૈલેષ પટેલે કહ્યું કે, મંત્રી થઇને કનુભાઇને આવા નિવેદનો શોભતા નથી. તેઓએ પડકાફ ફેક્યો કે જો, “કોળી અને ધોળી જો એક થઇ જશે તો ભાજપ ક્યાંયનું નહીં રહે”.

તો થોડા દિવસ અગાઉ નાણામંત્રી કનુ દેસાઇએ ચૂંટણી પ્રચાર દરમિયાન કોળી સમાજને લઇને વિવાદિત નિવેદન આપ્યું હતું. કનુ દેસાઈએ કહ્યુ હતુ કે કોળિયા કુટાય અને ધોળી ચૂંટાય. આ નિવેદન બાદ વિવાદ થયો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ આક્ષેપ કર્યો કે ભાજપના નેતાઓ બેફામ વાણીવિલાસ કરતા હોય છે. કનુ દેસાઈએ કોળી જ્ઞાતિનું અપમાન કર્યુ હોવાનો શક્તિસિંહે આક્ષેપ કર્યો અને ભાજપના નેતાઓ પણ મૌન બની ખેલ જોતા રહે છે.

આ પણ વાંચો: આ શું બોલ્યા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ? રાહુલ ‘ભક્તિ’માં, ગાંધીજીનું અપમાન, ભાજપે સાધ્યું કોંગ્રેસ પર નિશાન- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:55 pm, Fri, 3 May 24

Next Video