Rajkot: દોઢ વર્ષથી ચાલતા બ્રિજનું કામ અધવચ્ચે જ અટકી પડતાં વાહનચાલકો પરેશાન, જુઓ Video

રાજકોટમાં કોન્ટ્રાક્ટ એજન્સીને ભ્રષ્ટાચાર કરવાની તક ન મળતા બ્રિજનું કામ અટકી પડ્યું છે. મહત્વનુ છે કે એકવાર જે રસ્તાનું ખોદકામ થયું, ત્યારબાદ એ રસ્તો ક્યારે બનશે, તે સવાલ સૌથી મોટો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2023 | 8:01 PM

Rajkot: રાજ્યમાં રસ્તા ઓછા, અને સમારકામ થતાં રસ્તા વધુ હોય તેવી સ્થિતિ છે. તેમાં પણ એકવાર જે રસ્તાનું ખોદકામ થયું, ત્યારબાદ એ રસ્તો ક્યારે બનશે, તે સવાલ સૌથી મોટો છે. આવી જ સ્થિતિ રાજકોટમાં એઈમ્સ નજીક બની રહેલા નવા નક્કોર રોડની છે. મોરબી રોડથી જામનગર રોડ ન્યારા ગામ પાસે નીકળતા રોડ પર બ્રિજનું કામ અધવચ્ચે જ અટકી પડ્યું છે. જાન્યુઆરી 2022માં એમ્પલ નામની એજન્સીને કામ અપાયું હતું. જેની પૂર્ણ કરવાની સમયમર્યાદા ઓક્ટોબર 2022 હતી. પરંતુ હજુ સુધી આ કામગીરી માંડ 50 ટકા થઈ છે. ટલ્લે ચઢેલી કામીગીરને કારણે લોકો પણ પરેશાન છે.

આ પણ વાંચો : ફરી એકવાર ચડ્ડી બનિયાન ગેંગનો આતંક, 4 કારખાના સહિત 6 સ્થળે 2.17 લાખની રોકડ સહિતની ચોરી, જુઓ CCTV Video

એવી ચર્ચા છે કે, કોન્ટ્રાક્ટ એજન્સીને ભ્રષ્ટાચાર કરવાની તક ન મળતા બ્રિજનું કામ અટકી પડ્યું છે. વળી પ્રથમ તબક્કામાં નબળી ગુણવત્તાનું કામ થતું હોવાનું પણ સામે આવ્યું હતું. આ કંપનીએ સૌથી ઓછા ભાવ આપીને ટેન્ડર મેળવ્યું હતું. હવે કંપની લેબર ન મળતું હોવાના બહાના બતાવે છે. મનપાએ કંપનીને પહેલા પણ 10 ટકા પેનલ્ટી ફટકારી હતી. જો કે, હજુ સુધી સવા પાંચ કરોડના ખર્ચે અપાયેલું આ કામ આમ જ અટકી પડ્યું છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">