આજનું હવામાન : ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી વચ્ચે વાવાઝોડાના એંધાણ, જાણો અંબાલાલ પટેલે શું કરી આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરુ થઈ ગયો છે. રાજ્યના તમામ જિલ્લામાં ન્યૂનતમ તાપમાનનો પારો સટાસટ નીચો ઉતરી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ઠંડીનો રાઉન્ડ શરુ થઈ ગયો છે. રાજ્યના તમામ જિલ્લામાં ન્યૂનતમ તાપમાનનો પારો સટાસટ નીચો ઉતરી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં નીચા તાપમાને આકરી ઠંડીની અસર વર્તાવઈ શકે છે. સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લાના નલિયામાં નોંધાય તેવી શક્યતા છે. જે સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન હોય છે.
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી
આજે અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બોટાદ, જુનાગઢ, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ દાહોદ,ગાંધીનગર, જામનગર, ખેડા, મહીસાગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, મોરબી, મહેસાણા, પાટણ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
ગુજરાતમાં ફરી માવઠાની આગાહી !
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવેમ્બર મહિનાના અંતમાં ફરી માવઠા જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે. બંગાળના ઉપમહાસાગરમાં આગામી સમયમાં વાવાઝોડું ઉદભવે તેવી આગાહી કરવામાં આવી છે. આજથી હવાનું હળવું દબાણ બનવાની શક્યતા છે. જો કે 19 નવેમ્બરથી અરબી સમુદ્રમાં લો પ્રેશર બની શકે તેવી પણ આગાહી કરવામાં આવી છે. જેના પગલે ડિસેમ્બર મહિનામાં માવઠાની શક્યતામાં વધારો છે.
