‘અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે’, વડતાલમાં CM ભૂપેન્દ્ર પટેલનું મોટું નિવેદન, જુઓ Video

| Edited By: | Updated on: Nov 23, 2026 | 2:39 PM

ખેડા જિલ્લાના વડતાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એક રાજકીય નિવેદન ખબૂ ચર્ચા જગાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવા અંદાજમાં કરેલી રાજકીય ટિપ્પણી ચર્ચાનું કેન્દ્ર બની છે. સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ શું કહ્યું તે વાંચવા વાંચો સંપૂર્ણ લેખ...

ખેડા જિલ્લાના વડતાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એક રાજકીય નિવેદન ખબૂ ચર્ચા જગાવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવા અંદાજમાં કરેલી રાજકીય ટિપ્પણી ચર્ચાનું કેન્દ્ર બની છે. સંતો અને હરિભક્તોની ઉપસ્થિતિમાં સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, “અહીં અમારી તાકાત છે, એટલે તાકાત લેવા આવવું પડે છે.”

ઉલ્લેખીય છે કે મુખ્યમંત્રીના આ નિવેદનને પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ છે. ખાસ કરીને આગામી વિધાનસભા ચૂંટણી પહેલાં વડતાલમાં આપવામાં આવેલા આ નિવેદનને રાજકીય દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

વડતાલ અમારી તાકાતનું કેન્દ્ર: CM ભૂપેન્દ્ર પટેલ

વડતાલમાં સંતો અને હરિભક્તો વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હળવા અંદાજમાં રાજકીય ટિપ્પણી કરી હતી. તેમણે વડતાલને પોતાની તાકાત ગણાવતા અહીંથી તાકાત મેળવવા આવવું પડે છે તેવો ઉલ્લેખ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં વડતાલના સંતો દ્વારા ભાજપના સમર્થનમાં ખુલ્લેઆમ આહવાન કરવામાં આવ્યું હોવાનો પણ ઉલ્લેખ થઈ રહ્યો છે. આ પૃષ્ઠભૂમિમાં મુખ્યમંત્રીનું નિવેદન રાજકીય ચર્ચાનો વિષય બન્યું છે.

ચૂંટણી પહેલાં CMના નિવેદનથી રાજકીય ચર્ચા

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય પક્ષોની ગતિવિધિઓ પર સૌની નજર છે. ત્યારે મુખ્યમંત્રીનું વડતાલમાં આપેલું નિવેદન ચર્ચામાં આવ્યું છે. જોકે, મુખ્યમંત્રીએ આ ટિપ્પણી કયા ચોક્કસ રાજકીય સંદર્ભમાં કરી હતી તે અંગે વધુ વિગતો ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો : Breaking News : ગુજરાતની 9 નવી મહાનગરપાલિકાને મળશે મફત સરકારી જમીન, CMનો મોટો નિર્ણય,જુઓ Video

Published on: Nov 23, 2026 02:39 PM
Follow Us
Loading...
Unable to load recommendations.