Video : ગુરુપૂર્ણિમા નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંત સુરમલદાસજીની સમાધિએ આશીર્વાદ લીધા

Video : ગુરુપૂર્ણિમા નિમિત્તે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સંત સુરમલદાસજીની સમાધિએ આશીર્વાદ લીધા

| Updated on: Jul 29, 2026 | 6:32 PM

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીના લુસડિયા ગામમાં સંત સુરમલદાસજીની સમાધિએ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા.

ગુરુપૂર્ણિમાના પાવન અવસરે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા લુસડિયા ગામની મુલાકાત લીધી હતી. આ દરમિયાન, તેમણે સંત સુરમલદાસજીની સમાધિએ દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા.

મુખ્યમંત્રીએ મંદિરના સંતોનું સન્માન કરી તેમની સાથે આધ્યાત્મિક સંવાદ પણ કર્યો હતો. આ પવિત્ર અવસરે, મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે ખાસ પ્રાર્થના કરી હતી અને રાજ્યના નાગરિકોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે સંત સુરમલદાસજીની સમાધિ એ એક મોટી આસ્થાનું કેન્દ્ર છે, જ્યાં અંગ્રેજોના સમયથી સંતોએ પરીક્ષા આપી ઉત્તીર્ણ થઈ ગુરુ બન્યા છે. તેમણે પણ આ સંતના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાતની પ્રગતિ માટે પ્રાર્થના કરી.

શામળાજી દર્શને જતી વખતે, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે પ્રોટોકોલને બાજુ પર મૂકીને લુસડિયા ગામમાં પોતાનો કાફલો રોકાવ્યો હતો. તેમણે સામાન્ય નાગરિકની જેમ ગ્રામજનો, શાળાના બાળકો અને ગૌરી વ્રત કરતી નાની દીકરીઓ સાથે આત્મીયતાથી વાતચીત કરી અને સૌ કોઈને પ્રોત્સાહિત કર્યા હતા.

મુખ્યમંત્રીના આ સરળ, સહજ અને આત્મીય વર્તનથી ગ્રામજનો અને બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. આ મુલાકાત તેમની સાદગી અને લોકો સાથેના સીધા જોડાણનું પ્રતિક બની રહી.

20 ઈંચ વરસાદે વિખેરી દિનચર્યા… રેલવે ટ્રેકની દીવાલ તૂટી, વાત્રક રોડ જમીનદોસ્ત – જુઓ Video

Follow Us
Loading...
Unable to load recommendations.