અમદાવાદ વીડિયો : 25થી 31 ડિસેમ્બરે યોજાશે કાંકરિયા કાર્નિવલ, શહેરને કરોડોના વિકાસકામોની મળશે ભેટ
અમદાવાદમાં 25થી 31 ડિસેમ્બર સુધી ફરી એક વાર કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન થવા જઇ રહ્યું છે. જેને લઇ તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે.આ વખતે વસુધૈવ કુટુમ્બકમ- એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલ યોજાશે.જેનો પ્રારંભ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે.
અમદાવાદમાં 25થી 31 ડિસેમ્બર સુધી ફરી એક વાર કાંકરિયા કાર્નિવલનું ભવ્ય આયોજન થવા જઇ રહ્યું છે. જેને લઇ તૈયારીને આખરી ઓપ આપી દેવાયો છે.આ વખતે વસુધૈવ કુટુમ્બકમ- એક ધરતી એક પરિવારની થીમ પર કાર્નિવલ યોજાશે. જેનો પ્રારંભ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવશે. આ સાથે જ શહેરને 154 કરોડના વિકાસ કામોની ભેટ પણ મળશે.
તો કાંકરિયા કાર્નિવલમાં 3 ભવ્ય સ્ટેજ બનાવાશે. જેના પર વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગરબા, ઘુમ્મર, ભાંગડા, બિહૂ, લાવણી અને કથકલી સહિતના કાર્યક્રમ થશે. તેમજ લોક ડાયરો, બોલીવુડ ફ્યુઝન, દિવ્યાંગ બાળકોનાં ગીત અને શાળાના બાળકોના ડાંસ પર્ફોમન્સ પણ રજૂ થશે. તો વિકસિત ભારતની થીમ પર લેસર શોનું પણ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ હોર્સ અને ડોગ શો કરશે.
મહત્વનું છે કે આ દરમિયાન એમ્બિયન્સ અને લાઇટ શો મુખ્ય આકર્ષણ બનાવાશે. આ વખતે ફરી રોમાંચક કાર્નિવલ યોજાશે.ઉલ્લેખનીય છે કે કોવિડના કેસ પણ સામે આવી રહ્યા છે. જેને લઇ તંત્ર દ્વારા તકેદારી રખાશે.તો વાઇબ્રન્ટ કલર્સ ઓફ ઇન્ડિયાની થીમ કાર્યક્રમનું સમાપન કરાશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો