Ahmedabad Rathyatra 2024 : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી, જુઓ Video

Ahmedabad Rathyatra 2024 : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી, જુઓ Video

| Edited By: | Updated on: Jul 07, 2024 | 8:26 AM

ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કર્યા બાદ ગુજરાતના નાગરિકોને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી છે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છી ભાઈ - બહેનોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.

ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કર્યા બાદ ગુજરાતના નાગરિકોને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી છે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા જણાવ્યું કે અમદાવાદની રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા છે. ભગવાન ચાલીને નગરયાત્રા કરે ત્યારે નાગરિકોના દુખ દૂર થાય છે.

આ રથયાત્રામાં ભગવાન જગન્નાથના દર્શનથી સૌ લોકોને સુખ અને શાંતિનો અનુભવ કરાવે છે. આ રથયાત્રા પૂર્ણ થાય તે માટે અનેક સુવિધાઓ કરવામાં આવી છે. આજે અષાઢી બીજ એટલે કચ્છીઓનું નવુ વર્ષ શરુ થાય છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે કચ્છી ભાઈ- બહેનોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી.

ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક રહેશે

અમદાવાદમાં રથયાત્રાના અલગ અલગ રંગ જોવા મળશે. રથયાત્રામાં શણગારેલા 18 ગજરાજ જોવા મળશે. ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી 101 ટ્રક, અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ સાથે 3 બેન્ડબાજા, સાધુ સંતો સાથે 1000થી 1200 ખલાસી રથ ખેંચવા જોડાયા છે. 2000 જેટલાં સાધુ સંતો રથયાત્રામાં હાજર રહેશે. હરિદ્વાર, અયોધ્યા, નાસિકથી પણ સંતો આવ્યા છે. ઉજ્જૈન, જગન્નાથ પુરીથી સાધુ સંતો આવ્યા છે.