ગુજરાત-દેશના વિકાસ માટે CM ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, સચિવ, ઉચ્ચ અધિકારીઓએ લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે યોજાયેલ ભારત વિકાસ પ્રતિજ્ઞા કાર્યક્રમમાં, નરેન્દ્ર મોદીએ, કરેલ વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રધાન મંડળના તમામ પ્રધાનો અને ગુજરાતના તમામ વિભાગના સચિવ અને ઉચ્ચ અધિકારીઓએ ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, આજે ગુજરાતના મુખ્યપ્રધાનથી લઈને દેશના વડાપ્રધાન પદ ઉપર રહીને સેવા ક્ષેત્રે 23 વર્ષ પૂર્ણ કર્યાં છે. 2001માં 7 ઓક્ટોબરના રોજ નરેન્દ્ર મોદીએ, ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. રાજ્યના મુખ્યપ્રધાનથી લઈને દેશના વડાપ્રધાન પદ સુધીના સેવા ક્ષેત્રે નરેન્દ્ર મોદીએ 23 વર્ષ પૂર્ણ કર્યા તે અવસરને ગુજરાત સરકારે વિકાસ સપ્તાહની ઉજવણી કરવાનો નિર્ધાર કર્યો છે. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી એક સપ્તાહ દરમિયાન વિકાસ સપ્તાહ ઉજવવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં મંત્રી મંડળના તમામ પ્રધાનો અને ઉચ્ચ સનદી અધિકારીઓએ આજે 7 ઓક્ટોબરને સોમવારે, ગાંધીનગરમાં, ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી.
ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે યોજાયેલ ભારત વિકાસ પ્રતિજ્ઞા કાર્યક્રમમાં, નરેન્દ્ર મોદીએ, કરેલ વિકસિત ભારતના નિર્માણના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રધાન મંડળના તમામ પ્રધાનો અને ગુજરાતના તમામ વિભાગના સચિવ અને ઉચ્ચ અધિકારીઓએ તન, મન, કર્મ અને વચનથી કટિબદ્ધ રહીને દેશના વિકાસ માટે સમર્પિત રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.
ગુજરાતના નાગરિકો પણ ગુજરાત અને દેશના વિકાસમાં સહભાગી થઈ શકે તે માટે ઓનલાઈન ભારત વિકાસ પ્રતિજ્ઞા લઈ શકે તે માટે, https://pledge.mygov.in/bharat-vikas/ ખાસ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમા જે તે નાગરિકે વિકાસ સપ્તાહની ઉજવણીમાં ભાગ લઈને ગુજરાત અને દેશના વિકાસમાં સહભાગી થયા હોવાની પ્રતિજ્ઞા લીધી હોવાનું પ્રમાણપત્ર પણ મેળવી શકશે.