ગોંડલ અકસ્માતના મૃતકોના વારસોને રાજય સરકારે સહાયની જાહેરાત કરી

ગુજરાતના મુખ્યપ્રધાને ગોંડલ અકસ્માતને લઇ સંવેદના વ્યક્ત કરી અને મૃતકના વારસાને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે.

રાજકોટમાં(Rajkot)  ગોંડલમાં(Gondal)  એસ.ટી બસ અને કાર વચ્ચે અકસ્માતમાં(Accident) વધુ એકનું મોત થયું છે.. હવે મોતનો આંકડો છ થઇ ગયો છે.સારવાર હેઠળ રહેલા બે બાળકોમાંથી એકનું મોત થયું છે.આ  ઘટનાની જાણ થતા મુખ્યપ્રધાને પણ સંવેદના વ્યક્ત કરી અને મૃતકના વારસાને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે.

આ બનાવની વાત કરીએ તો રાજકોટથી ગોંડલ જતી કારનું ટાયર ફાટતા એસટી બસ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં છ લોકોના મોત થયા અને એક બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.

તો ઘટનાની જાણ થતા મુખ્યપ્રધાને પણ સંવેદના વ્યક્ત કરી અને મૃતકના વારસાને 4-4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી છે.મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે રાજકોટ ગોંડલ નેશનલ હાઇવે પર બિલીયાળા પાસે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત માં જાન ગુમાવનારા મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી તેમનાં શોક સંતપ્ત પરિવારજનો ને સાંત્વના પાઠવી છે.

આ અકસ્માત માં મૃત્યુ પામેલા 6 લોકોના આત્મા ની શાંતિ ની તેમણે પ્રાર્થના કરી છે.સીએમ ભૂપેન્દ્ર પટેલે આ અકસ્માત માં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતક ના વારસદાર ને રૂપિયા 4 લાખ ની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવાની  જાહેરાત કરી છે.

આ પણ વાંચો : એએમસીએ કોમર્શિયલ યુનિટોના કર્મચારીઓના વેક્સિન સ્ટેટ્સની તપાસ શરૂ કરી

આ પણ વાંચો : VADODARA : ખજૂરીયા ગેંગના 5 આરોપી સામે GUJCTOC હેઠળ ગુનો નોંધાયો, 3 આરોપીઓની ધરપકડ

Click on your DTH Provider to Add TV9 Gujarati