Rajkot : ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં VIP બેઠક વ્યવસ્થાને લઈ સર્જાયો વિવાદ, યુવકે 3 લોકો પર છરીથી કર્યો હુમલો, જુઓ Video

Rajkot : ખોડલધામ નોર્થ ઝોન ગરબામાં VIP બેઠક વ્યવસ્થાને લઈ સર્જાયો વિવાદ, યુવકે 3 લોકો પર છરીથી કર્યો હુમલો, જુઓ Video

| Edited By: | Updated on: Sep 30, 2025 | 3:00 PM

રાજકોટના ખોડલધામ નોર્થ ઝોન ખાતે ચાલી રહેલા નવરાત્રી રાસ ગરબા મહોત્સવમાં VIP બેઠક વ્યવસ્થાને લઈને એક ગંભીર અને હિંસક ઘટના બની છે. સામાન્ય બોલાચાલીએ જીવલેણ હુમલાનું રૂપ ધારણ કરતાં નવરાત્રીના માહોલમાં અફરાતફરી મચી ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગરબા મહોત્સવમાં VIP પાસ ધારક એક વ્યક્તિ VIP ડોમમાં બેઠો હતો. જ્યારે અન્ય અતિથિઓ, જેમાં વીવીઆઈપી ઓફિસરો અને ટ્રસ્ટીઓનો સમાવેશ થતો હતો, તેઓ આવતા હતા, ત્યારે આ વ્યક્તિને કાર્યકર્તાઓ દ્વારા વિનંતી કરવામાં આવી કે તેઓ પાછળના સોફામાં બેસે જેથી આગળની હરોળ અન્ય મહેમાનો માટે ખાલી રહે. આ વિનંતી પર આરોપી ગુસ્સે ભરાયો અને તેણે કાર્યકર્તાઓ સાથે ઝઘડો શરૂ કર્યો.

VIP સીટમાં બેસવા બાબતે બબાલ

વિવાદ વકરતા સ્વયંસેવકોએ આરોપીને નીચે ઉતારીને શાંતિપૂર્ણ વાતચીત કરવાનું સૂચવ્યું. જોકે, નીચે ઉતરતા જ આરોપીએ ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી છરી કાઢી અને ત્યાં હાજર ત્રણથી ચાર લોકો પર હુમલો કરી દીધો. આ હુમલામાં ઉદ્યોગપતિના ભત્રીજા સહિત ત્રણ કાર્યકર્તાઓ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઘટનાને પગલે ગરબા સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી અને લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે હુમલાખોર VIP પાસ લઈને ગરબામાં આવ્યો હતો અને તે એક અગ્રણી જ્વેલર્સનો ડ્રાઈવર છે. પોલીસે ઘટના સ્થળેથી જ આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ નવરાત્રી મહોત્સવોમાં સુરક્ષા વ્યવસ્થાની ગંભીરતા પર ફરી એકવાર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 30, 2025 02:12 PM