રાજકોટ જિલ્લા કોર્ટના ઉદ્દઘાટન પ્રસંગે આવેલા CJI ડી.વાય. ચંદ્રચુડે કહ્યુ, દ્વારકાધિશની જેમ ન્યાયની ધજા હંમેશા ફરક્તી રહે- જુઓ વીડિયો
રાજકોટમાં અદ્યતન જિલ્લા કોર્ટ સંકુલનું આજે ઉદ્દઘાટન કરવામાં આવ્યુ. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી.વાય ચંદ્રચુડ અને કાયદા મંત્રી ઋષિકેશ પટેલ જિલ્લા કોર્ટના ઉદ્દઘાટન સહિત અન્ય ત્રણ નવા પ્રકલ્પોનું પણ લોકાર્પણ કર્યુ હતુ.
રાજકોટને 75 વર્ષ બાદ મળી નવી કોર્ટની ભેટ મળી છે.. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય. ચંદ્રચુડના હસ્તે નવી કોર્ટનું ઉદઘાટન થયું. 14 એકરમાં સવા 100 કરોડના ખર્ચે અદ્યતન કોર્ટ તૈયાર થઈ છે. આ કોર્ટ ભવનમાં તમામ બારનો સમાવેશ થઈ શકશે. તમામ જુનિયર એડવોકેટનો સમાવેશ થઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે જ અહીં વિશાળ પાર્કિંગની પણ સુવિધા છે. આ સાથે જ રાજ્ય સરકાર દ્વારા એડવોકેટ્સ માટે 2150 વારની જગ્યા ફાળવવામાં આવી છે. જેના માટે 395 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. આમ રાજકોટના વકિલો માટે એક ડિગ્નીટી રીતે વકીલાત કરી શકે તે પ્રકારની અહીં સુવિધા છે. ઉદઘાટનના કાર્યક્રમમાં ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે રાજકોટ શહેરને રંગીલું કેમ કહે છે તે અંગે કંઈક આવું કહ્યું.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે તેમના સંબોધનની શરૂઆત જય શ્રી કૃષ્ણથી કરી હતી. સીજેઆઈએ ગુજરાતીમાં સંબોધન આપ્યુ હતુ. આ દરમિયાન તેમણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, તેઓ રાજકોટમાં જ્યાં ભણ્યા હતા તે આલ્ફ્રેડ હાઈસ્કૂલ અને કબા ગાંધીના ડેલાને યાદ કર્યા હતા.
સીજેઆઈએ રાજકોટના રેસકોર્સ, ત્યાં યોજાતા લોકમેળા, ફાફડા, જલેબી, ચાની લારી, પાનના ગલ્લાઓનો પણ તેમના સંબોધનમાં ઉલ્લેખ કર્યો. રાજકોટવાસીઓની બપોરે 1 થી 4 સૂઈ જવાની આદતનો પણ ઉલ્લેખ કર્યો, તેમણે કહ્યુ મે સાંભળ્યુ છે કે કાયદેસર રીતે રાજકોટિયન્સ બપોરના 1થી 4 વાગ્યા સુધી સૂઈ જાય છે અને રાત્રે એક વાગ્યા સુધી રેસકોર્સની પાળીએ બેસીને મોજ કરે છે. તેમની આ વાત પર હાસ્યનું મોજુ રેલાઈ ગયુ હતુ.
આ પણ વાંચો: ખરગેએ ફરી કર્યા પીએમ મોદીની યાત્રા પર સવાલ, કહ્યું લક્ષદ્વીપ જઈ શકે છે પરંતુ મણિપુર નહીં
રાજકોટના ઓટોમોબાઈલ્સ અને બેરિંગ્સ સહિતના ઉદ્યોગોને પણ તેમણે યાદ કર્યા. આ પ્રસંગે તેમણે જણાવ્યુ હતુ કે દ્વારકાધિશની જેમ ન્યાયનીધજા પણ ફરક્તી રહેવી જોઈએ. તેમણે જણાવ્યુ કે ઘેલા સોમનાથ, અને જલારામ બાપાના આશિર્વાદ અહીંના લોકોને મળી રહ્યા છે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સભામાં બેસેલા કોંગ્રેસીઓનું રાહુલે જ આવુ નિવેદન આપી કર્યુ અપમાન?

કોગ્રેસના દગાબાજોને રાહુલે ઈશારા-ઈશારામા બતાવી દીધો બહારનો રસ્તો-Video

સોલામાં હવસખોર પિતાએ 10 વર્ષની પુત્રી પર આચર્યું દુષ્કર્મ

હાજીપુરમાં એક જ પરિવારની 4 દીકરીની એક સાથે પોલીસમાં થઈ ભરતી
