Rain News : સાગબારાનો ચોપડવાવ ડેમ થયો ઓવરફ્લો, ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો, જુઓ Video

Rain News : સાગબારાનો ચોપડવાવ ડેમ થયો ઓવરફ્લો, ઉપરવાસમાં ભારે વરસાદ ખાબક્યો, જુઓ Video

| Edited By: | Updated on: Jul 15, 2025 | 2:45 PM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસતા નદી-નાળા છલકાયા છે.ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા સાગબારાનો ચોપડવાવ ડેમ ઓવરફ્લો થયો છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ ભારે વરસાદ વરસતા નદી-નાળા છલકાયા છે.ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા સાગબારાનો ચોપડવાવ ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદ ખાબકતા ડેમમાં નવા નીરની આવક થઈ છે. સીઝનમાં પ્રથમવાર ડેમ ઓવરફ્લો થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ડેડીયાપાડાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળશે. ત્યારે ડેડીયાપાડામાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.

ધરોઈ ડેમમાં 70.80 ટકા પાણી ભરાયું

ત્યારે બીજી તરફ મહેસાણાના ધરોઈ ડેમમાં 70.80 ટકા પાણી ભરાયું છે. 6 વર્ષમાં પહેલી વાર 70.80 ટકા ડેમ 15 જુલાઈ પહેલા ભરાયો છે. ધરોઈ ડેમમાં 4444 ક્યુસેક વરસાદી પાણીની આવક થઈ છે. કુલ 622 ફૂટ જળ સપાટી સામે 613.94 ફૂટ જળ સપાટી પહોંચી છે. ચાલુ માસે 618 ફૂટ જળ સપાટી પહોંચે છે. તો પાણી છોડવામાં આવશે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો