Gandhinagar: કલોલમાં ફરી વકર્યો કોલેરા, એક જ દિવસમાં ઝાડા ઉલટીના 36 કેસ નોંધાયા, જુઓ Video

|

Mar 05, 2024 | 10:08 AM

કલોલમાં પૂર્વ વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં 26 ફેબ્રુઆરીના રોજ એક જ દિવસમાં ઝાડા-ઊલ્ટીના 36 કેસ નોંધાયા હતા. કલોલ પૂર્વની 15 સોસયટીમાં એક જ દિવસમાં ઝાડા ઉલટીના 36 કેસ નોંધાયા હતા. ત્રણ વર્ષનું બાળક અને 22 વર્ષની યુવતી કોલેરાની ઝપેટમાં આવ્યા છે.

ગાંધીનગરના કલોલમાં ફરી એકવખત રોગચાળો વકર્યો છે. જેના પગલે કલોલમાં પૂર્વ વિસ્તારમાં બે કિલોમીટરના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. રોગચાળો વકરવાના પગલે મેડિકલ ઓફિસર્સ,પેરામેડિકલ સ્ટાફ સહિતની ટીમો સર્વેમાં જોતરાઈ ગઈ છે.

કલોલમાં પૂર્વ વિસ્તારમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે. આ વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં 26 ફેબ્રુઆરીના રોજ એક જ દિવસમાં ઝાડા-ઊલ્ટીના 36 કેસ નોંધાયા હતા. કલોલ પૂર્વની 15 સોસયટીમાં એક જ દિવસમાં ઝાડા ઉલટીના 36 કેસ નોંધાયા હતા. ત્રણ વર્ષનું બાળક અને 22 વર્ષની યુવતી કોલેરાની ઝપેટમાં આવ્યા છે.

જેના પગલે આરોગ્ય તંત્ર દોડતુ થયુ છે. ગત વર્ષે પણ આ જ સમયે કલોલમાં કોલેરાનો કહેર જોવા મળ્યો હતો. આ વખતે ફરી કોલેરા વકરતા બે મેડિકલ ઓફિસર્સ, 64 પેરામેડિકલ સ્ટાફ સાથે 32 ટીમો સર્વેમાં જોડાઈ ગયા છે.

આ પણ વાંચો-સુરત વીડિયો : અડાજણમાં વિદ્યાર્થિનીના આપઘાત કેસમાં પોલીસનો ખુલાસો, ભણતરના ભાર તળે તણાવમાં યુવતીએ અંતિમ પગલું ભર્યું હતું

રોગચાળો ફેલાવા પાછળનું કારણ સંભવિત દૂષિત પાણી માનવામાં આવી રહ્યુ છે. એક સપ્તાહથી અહીં રોગચાળાની સ્થિતિ જોવા મળી રહી છે. આજે પેન્ડિંગ રિપોર્ટ સામે આવ્યા છે, જેમાં દર્દીઓને કોલેરા હોવાનું સામે આવ્યુ છે. જેના કારણે આરોગ્ય તંત્ર પણ દોડતુ થઇ ગયુ છે.કલેક્ટર દ્વારા ત્રિકમનગર મજુર હાઉસિંગ સહિતના બે કિલોમીટરમાં આવેલા વિસ્તારોને આગામી ત્રણ મહિના સુધી કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. મેડિકલ સ્ટાફ દ્વારા અહીં સતત ટેસ્ટિંગ શરુ કરવામાં આવ્યુ છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video